AHMEDABAD : ઘરમાં બન્નેને સાથે એકલાં જોઈને પતિએ પત્નીના મિત્રની હત્યા કરી

0
63
meetarticle

અમરાઇવાડીમાં શંકાના આધારે ખૂની ખલ ખેલાયો હતો. ઘરમાં પત્નીને તેની સાથે જ નોકરી કરતાં મિત્ર જોઇ જતાં પતિએ ચાકુના ઘા મારી યુવકની હત્યા કરી હતી.  બન્નેને ઘરમાં એકલા હોવાથી શંકાના આધારે ખૂન કર્યું હતું. મૃતક યુવકના મહિના પછી લગ્ન હતા. અમરાઇવાડી પોલીસે હત્યા કેસમાં તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડીમાં મૃતક યુવકના મહિના પછી લગ્ન  હતા તેની ખરીદી કરવા ગયેલાં પરિવારજનો હતપ્રભ

અમરાઇવાડીમાં રહેતા યુવકની બહેને અમરાઇવાડીમાં રહેતા આરોપી વિનોદ સામે ફરિયાદ નોધાવી છે કે યુવક અને આરોપીની પત્ની બન્ને સાથે ઓફિસમાં નોકરી કરતા હતા. ગઇકાલે સાંજે યુવક તેની સાથે નોકરી કરતી મહિલાના ઘરે ગયો હતો. આ સમયે આરોપી પતિ ઘરે જતાં તેની પત્ની અને તેના મિત્ર યુવકને જોઇ જતાં શંકા આધારે ચાકુના ઘા મારીને યુવકની હત્યા કરી હતી.

પોલીસ તપાસમાં મૃતક યુવકના મહિના પછી લગ્ન હતા હોવાથી મૃતક યુવકના પરિવારજનો લગ્નની ખરીદી કરવા ગયા હતા.  હત્યાની જાણ થતાં દોડી આવેલા પરિવારજનો હતપ્રભ થઈ ગયાં હતાં. પરિવાર આવ્યો ત્યારે યુવકનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં એપાર્ટમેન્ટની સીડીમાં પડેલો હતો. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here