AHMEDABAD : ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું

0
30
meetarticle

અમદાવાદમાં ઘર કંકાસના કારણે એક શખસે વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે, સેટેલાઇટમાં રહેતા અને ઓટોમોબાઇલ શોપ ચલાવતા રાહુલ સોનીએ ગુસ્સામાં આવીને તેમના સસરા મનહર સોનીના ઘર બહાર હવામાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે ફાયરિંગ કરનારા શખસની ધરપકડ કરી લીધી છે.


આરોપીએ રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયર કર્યાં 

આ ઘટના અંગે પોલીસે વિગતવાર જણાવ્યું કે, આરોપી રાહુલ સોની અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલતા હતા. આ મામલે સસરા મનહરભાઈએ સમજાવટ માટે ફોન કરતાં રાહુલ વધુ ગુસ્સે ભરાયો હતો. ગુસ્સામાં રાહુલ સોની લાયસન્સવાળા હથિયારો સાથે સુભાષ સોસાયટીમાં સસરાના ઘરે પહોંચ્યો હતો. તેણે પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ મળીને કુલ છ રાઉન્ડ હવામાં ફાયર કર્યાં હતા.આ પછી સસરા મનહરભાઈએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી રાહુલને નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી એક 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર સહિત બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. રિવોલ્વરમાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.

અગાઉ પણ શખસ પર આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે

પોલીસ તપાસમાં રાહુલ સોનીના બેકગ્રાઉન્ડને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે વર્ષ 2018માં આનંદનગર, સેટેલાઈટ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આનંદનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ તેના પર ‘આર્મસ એક્ટ’ હેઠળ બે ગુના દાખલ થયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here