AHMEDABAD : ઘોડા છૂટયાં પછી તબેલાંને તાળાં , વિરાટનગરનું વ્રજેશ્વરી કોમ્પલેકસ સંપૂર્ણ સીલ કરાયું

0
42
meetarticle

વિરાટનગરના વ્રજેશ્વરી કોમ્પલેકસની ૧૮ દુકાનો મંગળવારે આગમાં ખાખ થઈ હતી.આ ઘટના પછી વ્રજેશ્વરી શોપીંગ કોમ્પલેકસને ૫૮ દુકાનો અને ઓફિસને યથા સ્થિતિમાં બુધવારે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરાયુ હતુ.ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિક્રમ કટારીયાને મ્યુનિસિપલ કમિશનરે બિલ્ડિંગને લઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવાના મુદ્દે શો-કોઝ ફટકારવા સુચના આપી હતી.

બાપુનગર વોર્ડમાં વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલ બે માળનુ બિલ્ડિંગ બંધાયુ એ સમયથી વિવાદમા આવ્યુ હતુ. આમ છતાં એસ્ટેટ વિભાગ તરફથી કોઈ નકકર કાર્યવાહી કરવામા આવતી નહોતી. બુધવારે મ્યુનિસિપલ કમિશનરે ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને પુછયુ, તમે આ બિલ્ડિંગને લઈ શું કાર્યવાહી કરી.જેના જવાબમાં તેમણે કહયુ,બિલ્ડિંગના ભયજનક ભાગને લઈ નોટિસ આપી હતી. જવાબ સાંભળી કમિશનર અકળાયા હતા.તેમણે કહયુ, તમને મારા શા માટે સસ્પેન્ડ ના કરવા? હાલ તો તેમને શો-કોઝ નોટિસ આપી જ દો.એમ કહેતા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા એસ્ટેટ ઓફિસરની તરફેણમા બોલવા ઉભા થતા કમિશનરે તેમને અટકાવતા કહયુ,તમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લાયક છો કે કેમ એ પહેલા તમે પુરવાર કરો.આ સમગ્ર ઘટના ક્રમની વચ્ચે બુધવારે મોડી સાંજે વ્રજેશ્વરી કોમ્પલેકસના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલી ૧૮ દુકાન, પહેલા માળ ઉપર આવેલી ૨૦ દુકાન તથા બીજા માળ ઉપર આવેલી ૨૦ દુકાનોને ઝોનના એસ્ટેટ વિભાગ તરફથી સીલ કરવામા આવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here