AHMEDABAD : ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપાસ તેજ

0
100
meetarticle

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા કેશવ એપાર્ટમેન્ટમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં એક યુવકે બિલ્ડિંગના 10મા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સ્થાનિકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા ચાંદખેડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો છે અને યુવકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

ફ્લેટનો રહેવાસી નહીં હોવાની આશંકા

મળતી માહિતી અનુસાર, આશરે 35થી 40 વર્ષીય યુવકે કેશવ એપાર્ટમેન્ટના 10મા માળેથી નીચે પટકાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવક કેશવ એપાર્ટમેન્ટનો રહેવાસી નથી, પરંતુ તે બહારથી ફ્લેટમાં આવ્યો હોવાની આશંકા છે.

પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવામાં આવી રહી છે અને તે કયા સંજોગોમાં 10માં માળેથી નીચે પટકાયો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી રહી છે. યુવક આ એપાર્ટમેન્ટમાં કોને મળવા આવ્યો હતો, તે અંગે પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here