AHMEDABAD : ચાઇનામાં હોટલ વિઝા, વિમાન ટિકીટના બહાને અડધો લાખ પડાવ્યા

0
38
meetarticle

લોકોને છેતરવા માટે સાયબર ગઠિયા દ્વારા નવી નવી ટેકનીક અપનાવવમાં આવી રહી છે. વટવામાં રહેતા  અને ગૃહ ઉદ્યોગ ધરાવતા વેપારીએ વર્ષ પહેલા ગાંધીનગરમાં એક્ઝીબીશનમાં ભાગ લીધો હતો, ત્યારબાદ અજાણી વ્યક્તિએ ફોેન કરીને ચાઇના ખાતે કન્ટેનફેરમાં લઇ જવાનું કહીને વેપારી પાસેથી વિઝા, હોટલ અને વિમાનની ટિકીટના નામે ૫૦ હજાર પડાવ્યા હતા. જો કે ત્રણ વ્યકિતના રૃા. ૧.૫૦ લાખ આપવાની વાત કરી હતી પરંતુ રૃા. ૫૦ હજાર લઇને મોબવ્લ સ્વીચ ઓફ કર્યો હતો. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇસનપુર ખાતે રહેતા અને નારોલ ખાતે ગૃહ ઉદ્યોગ નામની દુકાન ધરાવતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ગાંધીનગરમાં યોજાયેલા એકઝીબીશનમાં તેમણે સ્ટોલ બુક કરાવીને તેમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ઓકટોબર 2025ના રોજ તે દુકાને હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે ધવલ બોલું છું તમારો નંબર એક્ઝીબીશનમાંથી લીધો છે કહીને પરિચય આપ્યો હતો.

બીજીતરફ વેપારીને અમે ચાઈના દેશના ગુમજાઉ શહેરમાં કેન્ટેનફેરનું આયોજન કરીએ છીએ જેથી તમારે કેન્ટેનફેર જોવા માટે આવવું હોય તો તમારુ સેટીંગ કરી આપીશ કહેતા વેપારીએ હા પાડી હતી અને ફેરમાં જવા હોટલ બુકિંગ તેમજ વિઝા અને ફલાઈટની ટીકીટના વ્યકિત દીઠ રૃા. ૬૬,૦૦૦ આપવા પડશે તેમ કહેતા વેપારીએ ત્રણ વ્યક્તિના એડવાન્સ કુલ રૃા. ૧.૫૦ લાખ નક્કી કર્યા હતા. જેને લઇને ફરિયાદીએ રૃા. ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ આરોપીનો ફોન બંધ આવતો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here