AHMEDABAD : ચિલાડામાં સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો પદાર્ફાસ

0
18
meetarticle

નરોડાની હોટલો તથા સ્પામાં યુવાધનને બરબાદ કરવા માટે દેહ વિક્રેયનો ધંધો કેટલાક સમયથી ધમધમી રહ્યો છે.નરોડા પોલીસે ચિલોડા ખાતે આવેલા એટલાન્ટા બીઝનેશ ખાતે એન્જલ લકઝરી સ્પામાં દરોડો પાડયો હતો અને નંબર નોંધીને રૃપિયા આપીને બોગસ ગ્રાહક મોકલીને સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાસ કર્યો હતો. પોલીસે દરોડો પાડતાં સ્પાનો સંચાલક પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. પોલીસ તપાસમાં ગ્રાહક પાસેથી આ ગોરખધંધો કરવા રૃા. ૨૫૦૦ લઇને મહિલાને રૃા.૫૦૦ આપતા હતા. નરોડા પોલીસે સંચાલક સામે ગુનો નોંધી સ્પાના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પર પ્રાંતિય મહિલાઓને રૃા. ૮૦૦૦માં નોકરી રાખી તેમની પાસે દેહ વિક્રેય કરાવતો ઃ પોલીસને જોઇ સંચાલક ભાગી ગયો ઃ નરોડા પોલીસે ગુનો નોંધ્યો

નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ વી.આર.ચૌધરીએ નરોડા પોલીસ સ્ટેશનમાં નાના ચિલોડા ખાતે આવેલા  એટલાન્ટા બીઝનેશ ખાતે એન્જલ લકઝરી સ્પાના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસને બાતમી મળી હતી કે તેઓ સ્પાની આડમાં મહિલાને નોકરીએ રાખીને દેહ વ્યાપાર કરાવી રહ્યા છે જેને લઇને પોલીસે ગઇકાલે સાંજે છટકું ગોઠવીને બોગસ ગ્રાહકને રૃપિયા લઇને સ્પામાં મોકલ્યો હતો.

ત્યાં ગયા બાદ બોગસ ગ્રાહકે મહિલા સાથે શરીર સુખ માણવા માટે રૃા. ૨૫૦૦ આપ્યા બાદ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે દરોડા પાડતાં પોલીસને થાપ આપીને સંચાલક ભાગી ગયો હતો જ્યારે બે મહિલા મળી આવી હતી પૂછપરછમાં તેઓએ સ્પા મસાજ કરવાના બહાને મહિને રૃા.૮૦૦૦ માં નોકરી રાખી હતી અને બહારથી ગ્રાહકો બોલાવીને તેમને ૫૦૦ રૃપિયા આપીને તેમની પાસે દેહ વિક્રેયનો ધંધો કરાવવતા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here