ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી આવે એટલે કકળાટ શરૂ થઈ જાય છે. ટિકિટ માટે પડાપડી કરતા કાર્યકરો કાર્યાલય પર આવીને ટિકિટ માટે અરાજકતા ફેલાવતા હોય છે. આ ઉપરાંત જે કાર્યકરોની ટિકિટ કપાઈ જતી હોય છે.
ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી આવે એટલે કકળાટ શરૂ થઈ જાય છે. ટિકિટ માટે પડાપડી કરતા કાર્યકરો કાર્યાલય પર આવીને ટિકિટ માટે અરાજકતા ફેલાવતા હોય છે. આ ઉપરાંત જે કાર્યકરોની ટિકિટ કપાઈ જતી હોય છે. તેમના સમર્થકો દ્વારા કોંગ્રેસના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવતી હોય છે. આવું દરેક ચૂંટણી વખતે થતું આવ્યું છે. જેને ધ્યાને લઈને આ વખતે કોંગ્રેસે કાર્યાલય પર બાઉન્સરોની ગોઠવણી કરી છે.

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે 243 જેટલા ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં જ કમઠાણ જોવા મળ્યાં છે. હજી ઘણી બેઠકો પર યાદી જાહેર કરવાની બાકી છે. ત્યાં કોંગ્રેસના કાર્યાલય પર બાઉન્સરો જોવા મળી રહ્યાં છે.
ચૂંટણી ટાણે નારાજ કાર્યકરો તોફાન મચાવીને સ્થિતિ બેકાબૂ કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યાલય પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. હજી અમદાવાદ સહિતની બેઠકો પર ટિકિટની ફાળવણી બાકી છે. ભૂતકાળમાં ટિકિટ જાહેર થયા બાદ કાર્યાલય પર તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. જેથી આ વખતે આગમચેતીના ભાગરૂપે કાર્યાલય પર બાઉન્સરો તૈનાત કરી દેવાયા છે.
