AHMEDABAD : ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા ST, AMTS, BRTS માટે બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત

0
50
meetarticle

અમદાવાદમાં ઘેરી બનતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા એસ.ટી. ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. બસ સેવા માટે હાઈવે નજીક બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત વિચારણા હેઠળ છે.ઝુંડાલ સર્કલ ઉપરાંત નિકોલ-કઠવાડા તથા આર.ટી.ઓ.પાસે આવેલા પ્લોટમાં બસ ડીપો પણ બનાવાશે. હાઈવે પાસેની જગ્યામાં આ ત્રણે બસ સર્વિસની  એક સાથે બસ પાર્ક થવાથી ટ્રાફિક પણ સરળ બનશે એવી સંભાવના વ્યકત કરાઈ રહી છે.

શહેરના એક દાયકામા થયેલા વિસ્તાર અને વિકાસને લઈ અમદાવાદ બહારથી આવતી એસ.ટી.બસ ઉપરાંત કોર્પોરેશન દ્વારા દોડાવાતી એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ. બસો પણ અવારનવાર ટ્રાફીકની ગીચતામા ફસાઈ જતી જોવા મળે છે.એ.એમ.ટી.એસ.કમિટી સમક્ષ ઝુંડાલ સર્કલ રોડ પાસે આવેલ ૧૦,૦૧૫ ચોરસમીટર, ગાંધી આશ્રમ, આર.ટી.ઓ. સર્કલ પાસે ૧૦,૦૦૪ ચોરસમીટર તથા નિકોલ-કઠવાડા ખાતે ૧૬,૩૪૨ ચોરસ મીટર જગ્યા ડેવલપ કરી બસ ટર્મિનલ તથા ડીપો બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ.એમ.ટી.એસ.ને ફાળવવામા આવ્યા છે.એ.એમ.ટી.એસ. ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ,આ કામગીરી કરવા ડિઝાઈન અને કન્સલ્ટન્ટ તરીકે એચસીપી ડિઝાઈન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લી.ને નિમણૂંક આપવા ચાર ટકા ઉપરાંત જી.એસ.ટી.ના ભાવથી આપવાની દરખાસ્ત ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી. કન્સલ્ટન્ટની ફી  વધુ પડતી હોવાનુ લાગતા ફી અંગે સ્પષ્ટતા થયા પછી યોગ્ય નિર્ણય કરીશું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here