AHMEDABAD : ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા

0
41
meetarticle

અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર આજે વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કારે મોટરસાયકલ અને સ્કૂટરને અડફેટે લેતાં એક યુવકનું મોત થયુ છે, જ્યારે અન્ય બે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે.

આજે 2 ઓક્ટોબરની વહેલી સવારે ભાવનગરની રજિસ્ટ્રર્ડ કારએ બે ટુ-વ્હિલરને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા અને મોટરસાયકલનો લગભગ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

કાર ચાલક ફરાર

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કેસ નોંધી અકસ્માત કરનારા ફરાર કાર ચાલકની શોધ શરૂ કરી છે. આ કારની નંબર પ્લેટ GJ-04 ને ધ્યાનમાં લેતાં તે ભાવનગર રજિસ્ટર્ડ કાર છે. રજિસ્ટ્રેશનના આધારે કાર માલિક તથા કાર ચાલકની શોધ શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here