AHMEDABAD : દવાના બોક્સમાં દારુની દાણચોરી, 5,520 બોટલો સાથે પંજાબના બે શખસની ધરપકડ

0
37
meetarticle

અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસે દારૂની દાણચોરીની એક મોટી કાર્યવાહીનો પર્દાફાશ કર્યો છે. જેમાં હોસ્પિટલની દવાની બોટલોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળીને કુલ 5,520 બોટલના જથ્થા સાથે પોલીસે પંજાબના બે શખસની ધરપકડ કરી છે. પોલીસે કુલ રૂ.50.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારુની દાણચોરીમાં 5,520 બોટલો સાથે પંજાબના બે શખસની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, સોલા હાઈકોર્ટ પોલીસ સર્વેલન્સની ટીમે બાતમીના આધારે એસ.જી. હાઈવે ગોતા બ્રિજ પાસે શંકાસ્પદ ટ્રકને અટકાવ્યો હતો. જેમાં તપાસ કરતાં ટ્રકમાં હોસ્પિટલની દવાની બોટલ તરીકે લેબલવાળા બોક્સ મળી આવ્યા હતા, જેમાં વિવિધ બ્રાન્ડના 5,520 બોટલ અને દારૂના ટીન મળી આવ્યા હતા.

પોલીસે વ્હિસ્કી દારૂ અને બીયરની 5,520 બોટલ, રૂ.20 લાખની કિંમતનો ટ્રક, બે મોબાઇલ ફોન અને ગેરકાયદે માલ માટે કવરમાં ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 59,904 ખાલી દવાની બોટલો જપ્ત કરી હતી. 

આરોપીના નામ

– યાદવિંદરસિંહ અનુપસિંહ ભુલ્લર (ઉં.વ.36, ડ્રાઈવર, રહે. અમૃતસર, પંજાબ)

– તરલોચનસિંહ ગજનસિંહ સંધુ (ઉં.વ.40, ડ્રાઈવર, રહે. અમૃતસર, પંજાબ)

દવાના બોક્સમાં દારુની દાણચોરી મામલે ગુજરાત દારૂબંધી કાયદાની કલમો હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આરોપીઓ બચવા માટે હોસ્પિટલ સપ્લાય કન્સાઈનમેન્ટનો ઉપયોગ કરીને રાજ્યની બહારથી ગુજરાતમાં દારૂની દાણચોરી કરી રહ્યા હતા. હોસ્પિટલના દવાના પેકેજોમાં દારૂ છુપાવવાની મોડસ ઓપરેન્ડી એક સંગઠિત નેટવર્કનું અનુમાન છે. સપ્લાય રૂટ અને આ કામગીરીમાં સામેલ અન્ય લોકોને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here