AHMEDABAD : દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા

0
54
meetarticle

સેવ એન્વાયરમેન્ટની વાતોની વચ્ચે અમદાવાદના તમામ વિસ્તારોમાં દિવાળી એટલે કે સોમવારની રાતથી લઈ મંગળવારની સવાર સુધી ફટાકડા ફોડવામા કોઈ કચાશ બાકી રાખી નહોતી.એક જ રાતમાં શહેરમા વિવિધ કારણથી આગ લાગવાના નાના-મોટા ૬૦ બનાવ બનવા પામ્યા હતા.પીપળજ રોડ ઉપર આવેલી એક ટેકસટાઈલ કંપનીમા સોમવારે મોડી રાતે બે કલાકે આગ લાગતા આગમા ફસાયેલ એક બેભાન વ્યકિતને ફાયર વિભાગે બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.બે દિવસમાં ફાયર વિભાગને આગ લાગવા અંગેના કુલ ૮૨થી વધુ કોલ મળ્યા હતા.સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની નહોતી.

દિવાળીની સાંજે શહેરની મધ્યમા આવેલ આઈ.પી.મિશન સ્કૂલ રોડ પાછળના ભાગમાં રોડ ઉપર ફટાકડાનુ વેચાણ થઈ રહયુ હતુ. આ સમયે કયાંકથી આવી પડેલા ફટાકડાના કારણે રોડ ઉપર મુકી વેચાઈ રહેલા ફટાકડાના જથ્થામા આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. કેમકે આ સ્થળે પાથરણાવાળા વેચાણ કરતા હતા. આઘાતજનક બાબત તો એ  હતી કે, લાગેલી આગ અંગે ફાયર વિભાગને કોઈપણ પ્રકારની જાણ કરવાના બદલે પાથરણાવાળાઓને પોલીસે જ આગ બુઝાવી ખસેડી દઈ ભીનુ સંકેલી લીધુ હોવાની ચર્ચા સ્થાનિકોમા સાંભળવા મળી હતી.શહેરના સાયન્સ સીટી રોડ ઉપર આવલ એક કાર કંપનીના સર્વિસ સેન્ટરની દિવાલ મોડી રાતે ધરાશાયી થતા રિક્ષા,ટેમ્પો અને કારને નુકસાન થવા ઉપરાંત બે વ્યકિતને સામાન્ય ઈજા પહોંચી હતી.અમદાવાદ ફાયર વિભાગના કથળેલા તંત્રનો વધુ એક વરવો નમુનો સામે આવ્યો હતો કે જેમા મંગળવાર સવારે ફાયર વિભાગના વાહનો આગ બુઝાવી પરત આવ્યા ત્યા સુધી ફાયર કંટ્રોલના ચોપડે રિધ્ધિ સ્ટીલ કંપનીમા જ આગ લાગી હોવાનુ રટણ કરવામા આવી રહયુ હતુ.હકીકતમા રિધ્ધિ સ્ટીલ કંપનીની બાજુમા આવેલી મહાલક્ષ્મી ટેકસટાઈલ કંપનીમા આગ લાગી હતી.

દિવાળીની રાતે કયા પ્રકારના કેટલા કોલ

પ્રકાર  કોલ

કચરામા ૨૮

દુકાનમા ૦૨

વૃક્ષમા ૦૫

મકાનમા ૧૭

ફેકટરી ૦૨

અન્ય ૦૨

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here