બાપુનગરમાં વેપારી પરિવાર સાથે દિવાળીના તહેવારમાં વતનમાં ગયા હતા. ત્યારે મકાનનો નકૂચો અને તિજોરી તોડીને રોકડ અને દાગીના સહિત રૃા. ૧૧ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી.

બાપુનગરમાં મકાનનો નકૂચો, તિજોરી તોડી સોનાના દાગીના ચોરાયા, સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
બાપુનગર વિસ્તારમાં ઇન્ડીયા કોલોની પાસે ઈલા સોસાયટીમાં રહેતા વેપારી તા.૨૪ના રોજ પરિવાર સાથે દિવાળીના તહેવારમાં મકાનને તાળું મારીને વતન ઉતરપ્રદેશ ગયા હતા અને ઘરમાં માછલીઘર હોવાથી માછલીને દાણા ખવડાવવા માટે બહેનને ચાવી આપીને ગયા હતા.
દરમિયાન શનિવારે બહેન માછલીને ખવડાવવા મકાન ઉપર ગયા ત્યારે દરવાજાનું અને રૃમ તેમજ તિજોરીના તાળા તૂટેલા હતા. વેપારીએ આવીને તપાસ કરતા રૃા.૫૦ હજાર રોકડા અને સોના ચાંદીના દીગીના સહીત કુલ રૃા.૧૧ લાખની મતાની ચોરીની જાણ થઇ હતી.

