પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને ધાક જમાવવા માટે લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. સૈજપુરમાં રૃપિયાની લેતી દેતીમાં પાંચ શખ્સો ખુલ્લી તલવાર તથા ધોકા સાથે ધસી આવ્યા હતા અને નજીના પાર્લર પર જઇને ગાળા કરીને આતંક મચાવ્યો હતો આ બનાવનો વિડિયો વાયરલ થતા કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની ધરપકડ કરી કાયકાનું ભાન કરાવ્યું હતું.

વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી સીસીટીવી ફૂટેજ આધારે પાંચ શખ્સોને પકડીને જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું
સૈજપુર બોઘા ખાતે સંધી કોલોની પાસે પ્રેમનગરમાં રહેતા રાજા કેલવાણીએ નજીકના દૂધ પાર્લરના માલિકને રૃા. ૩ લાખ ઉછીના આપ્યા હતા. જે રૃપિયા પરત લેવા માટે પાંચ શખ્સો ખૂલ્લી તલવારો તથા લાકડીઓ સાથે પાર્લર ઉપર ધસી ગયા અને વિસ્તારમાં ધાક જમાવવા માટે ગાળા ગાળી કરીને વિસ્તારમાં આતક મચાવ્યો હતો એટલું જ નહી પોલીસે ચેલેન્જ આપવા માટે આ બનાવનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો.આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ આધાર રાજા કેલવાણી અને દેવેન્દ્ર ચંદવાણી તથા રવિગીરી ગોસ્વામી અને મોન્ટું વ્યાસ તેમજ સંજય પાટીલની ધરપકડ કરીને દોરડાથી બાંધીને વિસ્તારમાં સરઘસ કાઢીની લોકોની સામે માફી મગાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

