AHMEDABAD : ધૂળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન્સની રમઝટ

0
14
meetarticle

આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ક્લબ, પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં લોકોએ ડીજેના તાલે ઝૂમીને એકબીજાને ગુલાલથી રંગ્યા હતા. વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ વિવિધ રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ઉત્સાહ અને ઉમંગના આ પર્વમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે ખુશીઓ વહેંચતા સમગ્ર વાતાવરણ રંગીન બની ગયું હતું.

ક્લબ્સમાં મડ હોળી અને રેઈન ડાન્સની મજા

બીજી તરફ, અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી વિવિધ ક્લબમાં ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં લોકોએ હવામાં અબીલ-ગુલાલ ઉડાવી મિત્રો અને પરિવારજનો સાથે પર્વનો આનંદ માણ્યો હતો. અનેક સ્થળોએ યુવાનો ‘મડ હોળી'(કાદવની હોળી) અને વોટર બલૂન્સથી રમતા જોવા મળ્યા હતા, તો ક્યાંક ડીજેના તાલે રેઈન ડાન્સની જમાવટ જોવા મળી હતી.

સેલ્ફી અને સંગીત: યાદગાર બની ધુળેટી

અમદાવાદની જાણીતી ક્લબમાં આ વર્ષે ધુળેટીનો નજારો કંઈક અલગ જ હતો. અહીં ભારતીય યુવક-યુવતીઓની સાથે વિદેશી પ્રવાસીઓ પણ રંગોત્સવમાં જોડાયા હતા. યુવાનોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને લોકોએ વિદેશી મહેમાનો સાથે સેલ્ફી પડાવી આ ક્ષણને યાદગાર બનાવી હતી. ડીજેના સંગીત પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. ખાસ કરીને પ્રાઈવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ડ્રમ્સ અને કલર શોર્ટ્સ જેવી સુવિધાઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

રેઈન ડાન્સ અને ડીજેના તાલે ઝૂમ્યું અમદાવાદ

અમદાવાદના લોકપ્રિય પ્રવાસન સ્થળ કાંકરિયા ખાતે આવેલા વોટર પાર્કમાં પણ ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ અને બાળકો વોટર ટેન્કર અને રેઈન ડાન્સની મજા માણતા જોવા મળ્યા હતા. ડીજેના તાલે ‘ખાઈ કે પાન બનારસ વાલા’, ‘માય નેમ ઈઝ લખન’ અને ‘નાચ મેરી જાન’ જેવા સુપરહિટ ગીતોના સંગીત પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here