યુવકે યુવતીને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી અને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.અમદાવાદના એજ્યુકેશન હબ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં એક યુવતી સાથે વિશ્વાસઘાત અને દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક PG (પેઈંગ ગેસ્ટ)માં રહીને પોતાનું ભવિષ્ય બનાવતી યુવતીને એક યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે યુવતીને વિશ્વાસમાં લઈ લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી અને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે યુવકે પીછેહઠ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

યુવતીએ આખરે હિંમત દાખવી નવરંગપુરા પોલીસ મથકે નરાધમ યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આરોપીએ તેને લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાનું વચન આપીને તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
