AHMEDABAD : પોલીસને થાપ આપી દારુના કેસનો કેદી ભાગી ગયો

0
35
meetarticle

અસારવા સિવિલ હોસ્પિટલમાં પોલીસને થાપ આપીને કેદી ભાગી ગયો હતો. ખેડાની બિલોદરા જેલમાંથી લાવેલા દારૃના કેસના આરોપીને રિફર કરવાની પ્રક્રિયા ચાલતી હોવાથી ડોક્ટરની રાગ જોઇને બાંકડા ઉપર બેસાડયો હતો. દરમિયાન વોશરૃમ લઇ જતા હતા તે ભીડનો લાભ લઇને ભાગી ગયો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાની બિલોદરા જેલનો કેદી વોશરૃમ જવાનું કહીને ભીડનો લાભ લઇ ૧૨૦૦ બેડ હોસ્પિટલ વોર્ડમાંથી ભાગ્યો પોલીસ પકડવા દોડી પણ હાથ લાગ્યો નહી

ખેડા કેમ્પ પોલીસ હેડ ક્વાર્ટસમાં રહેતા અને ખેડામાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા માલાભાઇએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના પ્રતિકભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે કઠલાલ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં આરોપીને પકડીને બિલોદરા જેલમાં મોકલ્યો હતો. આરોપીને સારવાર માટે સિવિલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગઇકાલે રાતે ફરિયાદી અને લોકરક્ષક કેદી જાપ્તામાં ત્યાં ફરજ ઉપર મૂક્યા હતા. આરોપીને સાંજના સમયે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ વોર્ડમાં લઇ ગયા હતા.ત્યાં રીફરની પ્રકિયા ચાલતી હોવાથી લઇ બંને પોલીસકર્મી આરોપી સાથે બહાર બાકડા પર બેઠા હતા. દરમિયાન આરોપીએ વોશરૃમ જવાનું કહેતા બંને પોલીસકર્મી તેને વોશરૃમ તરફ લઇ જતા હતા જ્યાં દર્દીઓ અને  સંબંધીઓની ભીડનો લાભ લઇને અંદરથી ભાગ્યોે હતો પોલીસે તેનો પીછો કર્યો પરંતુ આરોપી હાથ તાળી આપીને નાસી ગયો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here