પૂર્વ વિસ્તારમાં સ્પા અને મસાજની આડમાં બેરોકટોક દેહ વ્યાપરના ગોરખધંધા ચાલી રહ્યા છે. નરોડામાં રિંગ રોડ ઉપર આવેલી હોટલ જે.ડી.માં પોલીસે ડમી ગ્રાહક મોકલીને દેહ વ્યાપારના રેકટનો પર્દાફાસ કર્યો હતો. ક્રાઈમ બ્રાંચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડયો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં હોટલ માલિક અને દલાલ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં હોટલના માલિક અને દલાલ બહારથી ગ્રાહક લાવીને મહિલા સાથે શરીર સંબંધ બાંધવાના વ્યક્તિ દીઠ રૃા. ૧૦૦૦ લેતા હોવાનું બહાર આવ્યું છે.પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ, એચ.એલ.કાડછાએ નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડાની જે.ડી હોટલના દલાલ તથા હોટલના માલિક સામે ફરિયાદ નોંધાવી છે કે એ.એચ.ટી.યુ.ને બાતમી મળી હતી કે નરોડા મુઠિયા ટોલ પ્લાઝા નજીક કલાસ પરિસર પ્લાઝામાં આવેલી જે.ડી. હોટલના સંચાલકો બહારથી મહિલાઓ બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવે છે અને હોટલના માલિક અને દલાલ ગ્રાહક દીઠ મહિલાઓને રૃા.૧,૦૦૦ આપીને આથક ફાયદો મેળવી રહ્યા છે.

પોલીસે એક ડમી ગ્રાહક હોટલમાં મોકલીને હોટલના દલાલ પાસે જઇને મહિલાની માંગણી કરી હતી.ે દલાલે સોદો નક્કી કરીને ઓન લાઇન ૩,૦૦૦ રૃપિયા અને રોકડા ૧૦,૦૦૦ રૃપિયા પડાવ્યા હતા. જેવો સોદો પાકો થતાં પોલીસની ટીમે હોટલમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસ દરોડા પાડતા હોટલના રૃમમાંથી ભરુચની એક મહિલા મળી આવી હતી, જેને આથક લાલચ આપી આ વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. જોકે, મુખ્ય સૂત્રધાર દલાલ રૃપિયા લઈને ભાગી ગયો હતો.
