AHMEDABAD : પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા પર એરપોર્ટ પોલીસના દરોડા, 72 લાખનો મુદ્દામાલ જપ્ત

0
38
meetarticle

નશાના સેવન માટે વપરાતા પેપર સ્મોકિંગ કોન (એટલે કે, ગોગો પેપર) સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેને પ્રતિબંધિત વસ્તુ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે લાલ આંખ કરી અને પાનગલ્લા તેમજ કિરાણા સ્ટોર્સ પર કડક તપાસ શરૂ કરી છે. ગેરકાયદે રીતે આ પેપરનું વેચાણ કરનારા તત્ત્વો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવામાં અમદાવાદ એરપોર્ટ પોલીસે ગોગો પેપરના મોટા જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી છે. 

બાતમીના આધારે કરાઇ ધરપકડ

એરપોર્ટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, હાંસોલ વિસ્તારમાં આવેલા સમરથ નગરના મકાન નંબર 183 અને 385માં ગોડાઉન બનાવી મોટા પાયે પ્રતિબંધિત માલનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી 300થી વધુ કાર્ટન ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 72 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાનીની ધરપકડ કરી છે.

જાહેરનામા ભંગનો ગુનો નોંધી હાથ ધરી તપાસ

આરોપી આ માલ મહારાષ્ટ્રથી મંગાવતો હતો અને સ્ટેચપ્રો કંપનીના આ પેપર અમદાવાદ તેમજ આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરતો હતો. છૂટક વેપારીઓ અને પાનગલ્લા ધારકો સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરી સીધો જ માલ પહોંચાવામાં આવતો હતો. અગાઉ આ પેપર વેચવા પર પ્રતિબંધ ન હતો, પરંતુ સરકારના નવા જાહેરનામા મુજબ હવે તે ગુનો બને છે. આથી પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આરોપીની કસ્ટડી મેળવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here