AHMEDABAD : પ્રધાનમંત્રી આવાસ યોજનાની એપીકે ફાઇલ મોકલી મોબાઇલ ખરીદી લીધો

0
97
meetarticle

સાયબર ગઠિયા અવનવી યુક્તિઓ અપનાવીને લોકોના ખાતામાં ઓન લાઇન રૃપિયા પડાવી રહ્યા છે. સરસપુરના વેપારી યુવકને પ્રધાનમંત્રી આવાસ યોજનાની એ.પી.કે ફાઇલ મોકલી હતી યુવકે ઓપન કરતાની સાથેજ  ફોન હેક  થઇ ગયો હતો ત્યારબાદ ક્રેડિટકાર્ડમાંથી બારોબાર ઓનલાઇન મોબાઇલની ખરીદી કરી લીધી હતી. ખરીદીના મેસેજ આવતા છેતરપીંડીની ખબર પડી હતી. આ બનાવ શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મોબાઇલ ચાલુ થતાંની સાથે ખરીદીના મેસેજ આવતા છેતરપીંડીની ખબર પડી ઃ શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

સરસપુરમાં રહેતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહાન નામની અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧ ઓગસ્ટે તે ઘરે હતા તે સમયે અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નામની એ.પી.કે એપ્લીકેશનની ફાઇલ અજાણી વ્યક્તિએ મોકલી હતી. જેથી યુવકે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનાનુંં ઓનલાઇન ફોર્મ ખુલ્યું હતું.

જે ફોર્મ ભરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ન ભરાતા એપ્લીકેશન બંધ કરી હતી. ત્યારબાદ થોડીવારમાં મોબાઇલમાં ક્રેડિટકાર્ડમાંથી ફ્લીપકાર્ટ એપ્લીકેશન દ્વારા ખરીદી થયેલ હોવાના ત્રણ ઓટીપી આવ્યા હતા. જેથી તેમને બેન્કમાં ફોન કરતા રૃા. ૩૧,૩૩૫ ડેબિટ થયાની જાણ થઇ હતી. જો કે ફ્લીપકાર્ટની એપ્લીકેશનમાં જોતા રહાન નામના સાયબર ગઠિયાએ મોબાઇલની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે અજાણી વ્યકિત સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here