વટવામાં લીવ ઇનમાં રહેતી યુવતીના મિત્રની સાળી દ્વારા ન્યૂડ ફોટા મોકલી તેના બેનર બનાવીને ગામમાં પોસ્ટર લગાડવાની ધમકી આપી હતી એટલું જ નહી ઇન્સ્ટાગ્રામમાં યુવતીના ફોટા વાયરલ કરીને બદનામ કરવાનો કિસ્સો બન્યો હતો. જયારે દાણીલીમડામાં મહિલાના વટવામાં જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઝોલ ખાતે રહેતી મિત્ર સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતી યુવતીએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં મિત્રની સાળી સામે શંકા સેવતી ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ત્રણે વર્ષથી યુવક સાથે રહે છે જો કે અગાઉ યુવતીની સગાઈ થઈ હતી, પરંતુ મિત્રની સાળીએ યુવતીની ખોટી વાતો ફેલાવતા યુવતીની સગાઈ તૂટી ગયેલ હતી. ત્યારબાદ તા. ૩૦-૦૩-૨૫ના રોજ યુવતીના ઇનસ્ટાગ્રામ આઈડી પર અજાણ્યા આઈડીથી મેસેજ કર્યો હતો અને તેમાં ગાળો લખીને મોકલી હતી ઉપરાંત યુવતીના ન્યૂડ ફોટા મોકલીને ફોટાના બેનર બનાવીને ગામમાં મૂકવાની ધમકી આપી હતી.

નામનું બનાવટી આઈડી બનાવીને તેના પરિવારજનોને રીક્વેસ્ટ મોકલવામાં આવી છે. આ બનાવ અંગે વટવા અને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં દાણીલીમડામાં પતિ અને ત્રણ બાળકો સાથે રહેતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને તેના ભાઈ સાથેનો ફોટો અપલોડ કરીને મહિલાનું બનાવટી ઇનસ્ટાગ્રામ આઈ.ડી બનાવીને મહિલાના પતિ અને તેના પરિવારજનોએ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

