AHMEDABAD : ભાજપના બે મેયરે લાખના બાર હજાર કર્યાં, VS હોસ્પિટલમાં પેશન્ટ હોય કે ના હોય ખાટલા દીઠ વર્ષે એક કરોડ ખર્ચ

0
17
meetarticle

અમદાવાદના વર્તમાન ટર્મના બે મેયર વી.એસ.હોસ્પિટલના અધ્યક્ષ પણ હતા. આમ છતાં બંનેએ હોસ્પિટલ ફરી ઉભીથાય કે ધમધમતી થાય તે જોવાના બદલે માત્ર લાખના બાર હજાર જેવો વહીવટ કર્યો છે.વી.એસ.હોસ્પિટલં ૫૦૦ બેડથી ઘટાડીને ૨૦૦ બેડની કરી દેવામા આવી છે.વર્ષ-૨૦૨6-૨7 માટે હોસ્પિટલનુ રુપિયા ૨૧૨ કરોડનુ વાર્ષિક બજેટ મંજૂર કરાયુ છે.સીધો અર્થ એ છે કે,હોસ્પિટલમાં પેશન્ટ હોય કે ના હોય ખાટલા દીઠ વર્ષે એક કરોડનો ખર્ચ થાય છે. આ સત્તાવાર આંકડા વી.એસ.ના બજેટ મુજબના છે.૨૦૦ પેશન્ટની સામે સિકયુરીટી ખર્ચ વર્ષે રુપિયા એક કરોડ બતાવાયો છે.અગાઉના હોસ્પિટલના બજેટમાં રુપિયા ૧૦૦થી ૧૨૦ કરોડની રકમ ફળવાઈ હતી.આ વર્ષના બજેટમાં નવીનીકરણના નામે ફૂટી કોડી પણ ફાળવવામા આવી નથી.૯૫ વર્ષ પહેલા શહેરના ગરીબ અને મધ્યવર્ગના દર્દીઓને સારવાર આપવા માટે કાર્યરત કરવામા આવેલી વી.એસ.હોસ્પિટલને તાળાં મારવાની તૈયારી એસ.વી.પી.હોસ્પિટલ શરૃ કરવામા આવી એ પહેલાથી કરી દેવામા આવી હતી.એસ.વી.પી.હોસ્પિટલ શરુ કરવામા આવી તે અગાઉ કોર્પોરેશન તરફથી એક પરિપત્ર કરાયો હતો.આ પરિપત્રમાં વી.એસ.હોસ્પિટલમાંથી એક સોય પણ એસ.વી.પી.હોસ્પિટલમાં લઈ નહીં જવાય એવા બણગાં ફૂંકવામા આવ્યા હતા.હાલની પરિસ્થિતિ જોતા વી.એસ.હોસ્પિટલમા સોઈની ટાંકણી રખાઈ હોય તેવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓડીટરે જ વર્ષ-૨૦૨૨ના ઓડીટ અહેવાલમાં વી.એસ.હોસ્પિટલમાંથી એસ.વી.પી.હોસ્પિટલમાં ફાળવવામા આવેલા સ્ટાફના પગાર પેટે રુપિયા ત્રણ કરોડનો ખર્ચ  એસ.વી.પી.ના બદલે વી.એસ.હોસ્પિટલ ખાતે ઉધારવામા આવ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.વર્ષ-૨૦૨૧-૨૦૨૨ અને વર્ષ-૨૦૨૨-૨૩ના વી.એસ.હોસ્પિટલના બજેટમાં હોસ્પિટલના નવીનીકરણ માટે રુપિયા ૧૦૦ અને ૧૨૦ કરોડની રકમ ફળવાઈ હતી.જો કે આ ટર્મમા મેયર રહી ચૂકેલા કીરીટ પરમાર અને પ્રતિભા જૈને હોસ્પિટલને ધમધમતી કરવાની દિશામા કોઈ કામ ના કર્યુ.

વી.એસ.હોસ્પિટલના પાંચ વષમા મંજૂર કરાયેલુ બજેટ

વર્ષ            બજેટ(કરોડમાં)

૨૦૨૦-૨૧     ૨૩૧.00

૨૦૨૨-૨૩     ૧૮૪.૮૩

૨૦૨૩-૨૪     ૧૮૩.૦૧

૨૦૨૪-૨૫     ૨૬૧.૯૫

૨૦૨૫-૨૬     ૨૫૭.૦૦

૨૦૨૬-૨૭     ૨૧૨.૦૦

વી.એસ.હોસ્પિટલમાં પાંચ વર્ષમાં પેશન્ટની સંખ્યા

વર્ષ            પેશન્ટ

૨૦૧૭-૧૮     ૭૪૭૪૬

૨૦૧૮-૧૯     ૭૩૮૬૫

૨૦૧૯-૨૦     ૨૨૦૮૦

૨૦૨૧-૨૨     ૧૦૦૧૩

૨૦૨૨-૨૩     ૯૬૪૬

હોસ્પિટલનો વાર્ષિક અહેવાલ બજેટ  બોર્ડ બેઠકમાં ના અપાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ-૧૯૫૦માં અસ્તિત્વમાં આવ્યુ.એ સમયથી ચાલતી પરંપરા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન સંસ્થાઓના બજેટ ઉપરાંત વાર્ષિક અહેવાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બોર્ડ બેઠકમાં તમામ કોર્પોરેટરો અને મિડીયાના પ્રતિનિધિઓને આપવામા આવતો હતો. આ વર્ષે તો બજેટ બોર્ડ બેઠકમા પણ વી.એસ.હોસ્પિટલનો અહેવાલ શાસકપક્ષના ઈશારે કોઈને પણ આપવામા આવ્યો નહોતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here