AHMEDABAD : મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા

0
34
meetarticle

અમદાવાદના મકરબા રોડ પર ટોરેન્ટ પાવરની ઓફિસ પાસે બુધવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા ટળી ગઇ હતી. અહીં રસ્તા પરની એક ખુલ્લી ગટરમાં એક વૃદ્ધ અચાનક ખાબક્યા હતા, જોકે એક જાગૃત યુવાને સમયસૂચકતા વાપરીને ગટરમાં ઉતરીને તેમનો જીવ બચાવી લીધો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મકરબા રોડના આ પટ્ટા પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાયેલો હતો. જેના કારણે ત્યાંથી પસાર થઈ રહેલા એક વૃદ્ધને ખુલ્લી ગટર ન દેખાતા તેઓ સીધા અંદર પડ્યા હતા. સ્થાનિકોના મતે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું લગાવવામાં આવ્યું ન હતું.

ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાને હોબાળો સાંભળતા તુરંત જ ગટરમાં ઉતરી ગયો હતો અને આસપાસના લોકોની મદદથી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે વૃદ્ધને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

AMC સામે લોકોનો રોષ

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે સ્ટ્રીટ લાઈટોનો અભાવ અને ખુલ્લી ગટરો રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ઘટના બાદ સ્થાનિકોએ કામચલાઉ ધોરણે ગટરને જાતે જ ઢાંકી દીધી હતી જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે. રહીશો હવે આ મામલે પાલિકામાં લેખિત ફરિયાદ કરી તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો શરૂ કરવા અને ગટર લાઈનોના સમારકામની માંગ કરશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here