કાંકરિયા પાસે રહેતા અને માણેકચોકમાં ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી પરિવાર સાથે ભરુચ ગયા હતા આ સમયે મકાનના તાળાં તોડીને રોકડા રૃપિયા પાંચ લાખ તથા ચાંદીના દાગીના સહિત કુલ ૯.૮૫ લાખની મતાની ચોરી કરી હતી. ઝોેન-૬ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે દાણીલીમડામાં રહેતા શખ્સેને પકડીને તેની પાસેથી રૃા. ૪.૪૨ લાખના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઝાંપે તાળું લટકતું હતું મકાનમાં જઇ જોયું તો તિજોરી તોડી રોકડા પાંચ લાખ અને ચાંદીના દાગીનાની ચોરી લીધેલા
કાંકરિયા પાસે રહેતા અને ચાંદીનાની દુકાન ધરાવતા કૃણાલભાઇએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોેંધાવી છે કે તેઓ પરિવાર સાથે તા. ૭ના રોજ ભરુચ ખાતે રહેતા બહેનના ઘરે ગયા હતા, બે દિવસ પછી સવારે ઘરે પરત આવ્યા ત્યારે દરવાજે તાળું લટકતું હતું.મકાનમાં જઇને જોયું તો તિજોરીના તાળા તોડીને તેમાંથી રોકડા રૃપિયા પાંચ લાખ તથા ચાંદીના દાગીના સહિત કુલ ૯.૮૫ લાખની મતાની ચોરી કરી હતી. ઝોેન-૬ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે દાણીલીમડામાં શાહઆલમ દરગાહ સામે શાહનગર ખાતે રહેતા જાવેદ ઉર્ફે થકેલી અજીજખાન પઠાણ (ઉ.વ.૪૨)ને પકડીને તેની પાસેથી રૃા. ૪.૪૨ લાખના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

