AMC દ્વારા અમદાવાદની વધુ 8 મિલકતોને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી બી.યુ. પરવાનગી અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતો પર કરવામાં આવી છે, ખાસ કરીને જ્યાં લોકોની મોટી અવરજવર હોય છે. મહત્ત્વનું છે કે, AMC દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પૂર્વ ઝોનમાં કુલ 8 મિલકતો સીલ કરવામાં આવી છે. આમાં નિકોલ અને હાથીજણ વિસ્તારના 3 મલ્ટિપ્લેક્સ જેમ કે સિને પ્રાઈડ-મિરાજ મલ્ટિપ્લેક્સનો સમાવેશ થાય છે. વસ્ત્રાલ અને ઓઢવમાં આવેલી 5 હોસ્પિટલોને પણ સીલ કરવામાં આવી છે. AMCના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગે અગાઉ નોટિસ આપી હોવા છતાં નિયમોનું પાલન ન થતાં આ સીલ મારવાની કાર્યવાહી કરી છે.રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારના કડક આદેશોને પગલે AMC દ્વારા ફરી એકવાર ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં કુલ 103 હોસ્પિટલોનું ચેકિંગ થયું હતું. જેમાંથી માન્ય બી.યુ. રજૂ ન કરનારી 13 હોસ્પિટલોને નોટિસ અપાઈ અને આખરે 5 હોસ્પિટલ બિલ્ડિંગોને સીલ કરવામાં આવી હતી. 10 જેટલા મલ્ટિપ્લેક્સમાં પણ તપાસ હાથ ધરાઈ, જેમાં 3 મલ્ટિપ્લેક્સને બી.યુ. માટે નોટિસ આપવામાં આવી હતી અને તે ત્રણેય મલ્ટિપ્લેક્સને સીલ કરી દેવાયા છે કારણ કે તેમની પાસે માન્ય વપરાશ પરવાનગી નહોતી.
અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત 8 મિલકતો સીલ, નિયમની અવગણના બદલ કાર્યવાહી
AMCએ આ મિલકત સીલ કરી
સિને પ્રાઈમ સિનેમા- નિકોલ, એસ.કે. સિનેમા- હાથીજણ, મિરાજ સિનેમા- હાથીજણ, પ્રાચીન આયુર્વેદીક હોસ્પિટલ- વસ્ત્રાલ, જનમ ગાયનેક હોસ્પિટલ (જૂનુ નામ પલ્સ હોસ્પિટલ)- વસ્ત્રાલ, આશાદીપ હોસ્પિટલ- રામોલ-હાથીજણ, ધ્વનિ હોસ્પિટલ- ઓઢવ અને ઘનશ્યામ હોસ્પિટલ

