પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓને પોલીસનો ડરના હોય તેમ જાહેરમાં મારમારીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. વસ્ત્રાલમાં પગપાળા જઇ રહેલી મહિલાને રોકીને ગળામાં પહેરેલી ચેઇન આપી દે કહેતા મહિલાએ ના પાડી હતી. જેથી મહિલાને ડરાવી ધમકાવીને લાફા મારીને રૃા. ૮૦ હજારની ચેઇન લૂંટી લીધી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ચાલતી જતી મહિલાને વસ્ત્રાલમાં ચેઇન આપી દે કહી જાહેરમાં ડરાવી ધમકાવી રૃા. ૮૦ હજારની ચેઇન લૂંટી આરોપીઓ બાઇક પર નાસી ગયા ઃ રામોલ પોલીસે ગુનો નોંધ્યો
વસ્ત્રાલમાં રહેતી મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૫ના રોજ મહિલા નોકરીથી વસ્ત્રાલ ખાતે આવેલા નિરોત મેટ્રો રેલવે સ્ટેશને આવ્યા હતા અને ચાલતા ઘરે જઇ રહ્યા હતા. આ સમયે બાઇક ઉપર બે શખ્સો આવ્યા હતા અને પાછળ બેઠેલા શખ્સે મહિલાને ઉભી રાખીને ગળામાં પહેરેલી ચેઇન આપવાની વાત કરી હતી.જેથી મહિલાએ ચેઇન આપવાની ના પાડતાં જાહેરમાં લાફા મારીને સોનાની રૃા.૮૦ હજારની ચેઇન લૂંટી લીધી હતી.મહિલાએ બુમાબુમ કરતાં આરોપી નાસી ગયા હતા. જે તે સમયે મહિલા ગભરાઇને ઘરે જતી રહી હતી. આ ઘટના અંગે રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

