AHMEDABAD : મુંબઇના વૃદ્ધને ગાંધીબ્રિજ પાસે રિક્ષા ચાલકે લૂંટયા બાદ સામાન ફેંકી નીચે પાડયા

0
67
meetarticle

મુંબઇના વૃદ્ધ કાલુપુરથી નારણપુરા જવા રિક્ષામાં બેઠા હતા. ત્યારે ગાંધીબ્રિજ પાસે પહોચ્યા તે સમયે રિક્ષા ચાલકે ચાલુ રિક્ષામાં મારવાની ધમકી આપીને રૃા. ૭ હજાર અને સોનાની વિંટી સહીત ૨૭ હજારની મત્તા લૂંટીને નીચે પાડીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કાલુપુર પોલીસ ગુનો  નોંધી વધુ તપાસ શરુ કરી છે.

રૃા. ૩૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેઠા હતા ઃ રિક્ષા ચાલકે મારવાની ધમકી આપીને લૂંટી લેતા કાલુપુર પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરુ કરી

મુંબઇમાં રહેતા ચદ્રકાંતભાઇ શાહ (ઉ.વ.૬૭) ગઇકાલે વહેલી સવારે ટ્રેનમાં કાલુપુર સ્ટેશન ઉતર્યા હતા. બાદમાં નારણપુરા દેરાસર ખાતે ધાર્મિક કામમાં જવુ હોવાથી  રૃા. ૩૦ ભાડુ નક્કી કરીને શટલ રિક્ષામાં બેઠા હતા. ગાંધીબ્રિજ પાસે પહોચ્યા તે સમયે રિક્ષા ચાલકે વૃદ્ધને ચાલુ રિક્ષામાં તમારી પાસે જે રૃપિયા હોય તે તથા હાથમાં પહેરેલ સોનાની વિંટી આપી દો નહિ તો તમને મારીશુ કહેતા ગભરાઇ ગયા હતા. બાદમાં બંને શખ્સોએ રોકડા રૃ. ૭ હજાર અને ૨૦ હજારની  સોનાની વિંટી લૂંટીને ગાંધીબ્રિજ પર વૃધ્ધનો સામાન ફેંકી તેમને નીચે પાડીને ભાગી ગયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here