નરોડા મેમ્કો ખાતે પ્રેમ સંબંધની શંકા રાખીને રિક્ષામાં યુવકનુ અપહરણ કરીને ઘરમાં ગોંધી રાખીને દંડાથી ઢોર માર માર્યો હતો અને યુવતીથી દૂર રહેજે નહી તો મારી નાખવાની ધમકી આપી હતી. યુવક અગાઉ જ્યાં રહેતો ત્યાં આરોપીના કહેવાથી તે યુવતીને લેવા મૂકવા જતો હતો જો કે શંકા રાખીને ઝઘડો કર્યો હતો. જેથી યુવક ત્યાંથી મકાન ખાલી કરીને બીજે રહેવા જતો રહ્યો હતો. આ બનાવ અંગે ચારેય લોકો સામે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.

વિસ્તારમાં આવવાની ના પાડી છે કહી તેની જ રિક્ષામાં લઇ જઇ પકડી રાખી લાકડીથી માથામાં હાથે પગે ફટકા મારી યુવતીથી દુર રહેજે કહી મારી નાંખવાની ધમકી આપીરામોલમાં રહેતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મેમ્કોની ચાલીમાં રહેતા દિપક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ચાર મહિના પહેલા તે મેમ્કો પાસે પ્રેમનગર ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો ત્યારે દિપક સાથે પરિચય થયો હતો. જેમાં તેના કહેવાથી તે એક યુવતીને નારોલથી પ્રેમનગર મૂકવા લેવા જતો હતો. જેમાં યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને ઝઘડો કર્યો હતો. જેથી ફરિયાદી ત્યાંથી મકાન ખાલી કરીને રામોલમાં રહેવા આવ્યો છે.
બીજીતરફ તા. ૧૫ના રોજ યુવક સિવિલ ખાતેથી પેસેન્જર લઇને જતો હતો. ત્યારે મેમ્કો ચાર રસ્તા પાસે પહોચ્યો તે સમયે આરોપીઓએ રિક્ષા રોકીને આ વિસ્તારમાં આવાની ના પાડી છે તો કેમ આવ્યો કહીને તકરાર કરી માર માર્યો હતો. જેથી પેસેન્જર ઉતરીને જતા રહ્યા બાદ યુવકનું તેની જ રિક્ષામાં અપહરણ કરીને આરોપી તેના ઘરમાં લઇ જઇને ગોંધી રાખીને ચારેય નીચ પાડીને પકડીને દંડાથી માથે હાથે પગે ઢોર માર મારીને અને યુવતીથી દુર રહેશે વિસ્તારમાં આવતો નહી કહીને નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ચારેય આરોપેીઓ નાસી ગયા હતા.

