AHMEDABAD : લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા

0
50
meetarticle

કમ્બોડિયા અને થાઇલેન્ડમાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં કરવામાં આવતા સાયબર ફ્રોડથી આવતા કરોડો રૂપિયાને સ્થાનિક બેંકોના એકાઉન્ટમાં લઇને હવાલા કે અન્ય બ્લોક ચેઇન મારફતે દુબઇમાં નાણાં મોકલવાના નામે લખતર એપીએમસીથી ઝડપાયેલા છ આરોપીની પુછપરછ અને તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજોની તપાસ દરમિયાન સ્ટેટ ક્રાઇમ સેલના સ્ટાફને ચોંકાવનારી વિગતો મળી હતી કે તેમણે ૧૫૦થી વધુ મ્યુલ બેંક એકાઉન્ટની મદદથી ૨૦૦ કરોડ ઉપરાંતની રકમ દુબઇ મોકલી હતી. આ અંગે પોલીસે આંતરરાષ્ટ્રીય કનેકશનની વિગતો મેળવવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

લખતરથી ઝડપાયેલી ગેંગ પાસેથી ૧૫૦ જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ મળ્યા .સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે લખતર એપીએમસીમાં કેટલાંક લોકોએ પેઢી રજીસ્ટર્ડ કરી છે. પરતુ, તે પેઢીના સંચાલકો દ્વારા એપીએમસીમાં કોઇ વ્યવહાર કરવામાં આવતા નથી. જો કે તેમની ઓફિસમાં અનેક લોકોની અવરજવર રહે છે.જેમાં શંકાસ્પદ પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ દ્વારા છેલ્લાં ઘણા સમયથી એપીએમસીમાં આવેલી ઓફિસની આસપાસ તેમજ તેમાં કામ કરતા લોકો પર વોચ ગોઠવીને મહેન્દ્ર સોલંકી (રહે. ઇન્દિરાનગર, મળીયાફાટક પાસે, મોરબી), રૂપેન ભાટિયા (રહે. મોરબી), રાકેશ લાણીયા (રહે.લખતર), રાકેશ દેકાવાડીયા (રહે. લખતર), વિજય ખાંભલ્યા (રહે. સુરત) અને પંકજ કથિરીયા (રહે. સુરત)ની ધરપકડ કરી હતી.

આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ ભાડેથી બેંક એકાઉન્ટ લઇને તેમાં ઓનલાઇન છેતરપિંડીના નાણાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી આ બેંક એકાઉન્ટમાં કુલ ૨૦૦ કરોડથી વધારે રકમ ટ્રાન્સફર થઇ હતી. જે પૈકી કેટલીક રકમ રોકડમાં ઉપાડીને આંગડીયાથી અને હવાલાથી દુબઇ મોકલવામાં આવી હતી. જ્યારે રકમનો કેટલોક હિસ્સો ક્રિપ્ટો, યુએસડીટી અને બીટ કોઇનની બ્લોક ચેઇનથી પણ ટ્રાન્સફર કરાયો હતો.  પોલીસે તેમને મળી આવેલા ૧૫૦થી વધારે મ્યુલ બેંક એકાઉન્ટની વિગતો તપાસવાની શરૂ કરી હતી. જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડરને પ્રતિમાસ પાંચ થી દશ હજારનું ભાડુ ચુકવવામાં આવતુ હતું. આ કેસમાં પોલીસને  આંતરરાષ્ટ્રીય ગેંગ અંગેની પણ વિગતો મળી છે. જેના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here