AHMEDABAD : લગ્નની લાલચ અને બ્લેકમેઈલ કરી,અમદાવાદમાં યુવતી સાથે બે યુવકોએ આચર્યું દુષ્કર્મ

0
35
meetarticle

અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં મહિલા પર અત્યાચારની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ યુવતી પર બે યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાને કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ સાથે મહિલા અત્યાચારની ઘટના સતત વધી રહી હોવાના કારણે શહેરીજનોમાં પોલીસ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં બે યુવકોએ એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ ફરિયાદ અનુસાર, અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં એક 24 વર્ષીય યુવતી પર બે યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ બે યુવકના નામ એઝાજ અને આરજૂ છે. એઝાજે આ યુવતીને લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ એઝાજના મિત્ર આરજૂને થઈ હતી. જે બાદ આરજૂએ પણ આ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.

યુવકનો મિત્ર આરજૂ આ મિત્રને આવરનવાર બ્લેકમેલ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. જ્યારે એઝાજ યુવતીને લગ્નની લાલચ આપી તેના પર બળાત્કાર ગુજારતો હતો. જે કારણે કંટાળીને યુવતીએ દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે એઝાજની ધરપકડ કરી લીધી છે. જ્યારે તેનો મિત્ર આરજૂ ફરાર છે. પોલીસે આરજૂને જેલના સળિયા પાછળ ધકેલવા કવાયત હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here