AHMEDABAD : વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ

0
44
meetarticle

અમદાવાદ એરપોર્ટ ઉપર અવાર નવાર વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી  રહે છે. પરંતું તપાસ કરતાં કોઇ વાંધાજનક ચીજ વસ્તુંઓ આજદિન સુધી મળીનથી. જો કે બોમ્બની ધમકી આપનારને પણ પોલીસ પકડી શકતી નથી. આજે વધુ એક વખત બોમ્બની ધમકીના લખાણ વાળું ટિસ્યું પેપર મળતાં એરપોર્ટ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સફાઇ કામદારને વિમાનની સાફ સફાઇ વખતે બોમ્બની ધમકી વાળા મળેલા ટિસ્યું પેપરની તપાસમાં કંઇ મળ્યું નહી

ચમનપુરા ખાતે રહેતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર સફાઇ કામગીરી કરતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે મુંબઇથી અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડીગો ફ્લાઇટ આવી હતી. જેમાં તમામ પેસેન્જર ઉતરી ગયા બાદ તેઓ વિમાનની સાફ સફાઇ કરતા હતા. 

જ્યાં વોશરૃમમાથીં ટિસ્યું પેપર મળ્યો હતો જેમાં અંગ્રેજી ભાષામાં બોેમ્બ લખેલું હતું. જેને લઇને યુવકે એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી જેને લઇને પોલીસે બોમ્બ સ્કવોર્ડની મદદથી વિમાનની તલાસી લીધી હતી. તપાસ દરમિયાના કોઇ પણ વાંધા જનક ચીજ વસ્તુ મળી આવી ન હતી. આરોપીએ દહેશત ફેલાવવા માટે કૃત્ય આચર્યું હોવાનું માનમાં આવી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here