AHMEDABAD : સંસ્કારોનું પતન: જેમના માટે મા-બાપે પેટે પાટા બાંધ્યા, એ જ સંતાનોએ હવે જમવા માટે કલેક્ટરના દ્વારે ભટકતા કર્યા!

0
11
meetarticle


જે આંગળી પકડીને ચાલતા શીખવ્યું, જે સંતાનોને ભણાવવા માટે માતા-પિતાએ પોતાની જરૂરિયાતો મારી નાખી અને જેમને લાયક બનાવવા માટે આખી જિંદગી હોમી દીધી, આજે એ જ સંતાનો વૃદ્ધ મા-બાપ માટે ‘ભસ્માસુર’ સાબિત થઈ રહ્યા છે. અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર સમક્ષ આવેલા આંકડા સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે. શહેરના 452 વૃદ્ધોએ પોતાના જ સંતાનોના ત્રાસથી કંટાળીને ભરણપોષણ માટે કાયદાકીય મદદ માગી છે.
ભણેલા-ગણેલા પશ્ચિમ અમદાવાદમાં સંસ્કારોનું ‘અંધારું’
સૌથી વધુ આશ્ચર્યજનક અને આઘાતજનક વિગતો પશ્ચિમ અમદાવાદમાંથી સામે આવી છે. પોતાને સુશિક્ષિત અને હાઈ-પ્રોફાઈલ ગણાવતા આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં વૃદ્ધો પરના અત્યાચારના કેસોમાં 4 ગણો વધારો થયો છે.

  • વર્ષ 2021: પશ્ચિમ વિસ્તારમાં માત્ર 33 ફરિયાદો હતી.
  • વર્ષ 2025: આ આંકડો કૂદકે ને ભૂસકે વધીને 85 પર પહોંચી ગયો છે.
    લાખનો પગાર પણ મા-બાપ માટે એક રોટલો નહીં!
    અહેવાલો મુજબ, અનેક કિસ્સાઓમાં સંતાનો મહિને 1 લાખ રૂપિયાથી વધુનો પગાર મેળવે છે, છતાં તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાને બે ટંકનું જમવાનું આપતા નથી. અનેક પરિવારોમાં તો એવા કમનસીબ કિસ્સા બન્યા છે કે મા-બાપે લાખો ખર્ચીને દીકરાને વિદેશ મોકલ્યો, પણ ત્યાં જઈને દીકરાએ મા-બાપ સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા છે.
    સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી, સ્વાર્થની દીવાલો ચણાઈ
    નિષ્ણાતોના મતે, આ ગંભીર સ્થિતિ પાછળ વિભક્ત કુટુંબ (Nuclear Family) નો વધતો મોહ જવાબદાર છે.
  • સેવાની વહેંચણી: જે ઘરમાં 2-3 સંતાનો છે, ત્યાં મા-બાપની સેવા કરવાને બદલે ‘જવાબદારી કોની?’ તે મુદ્દે ઝઘડા થાય છે.
  • કાયદાકીય હુકમ: હાલમાં એસડીએમ (SDM) દ્વારા અનેક સંતાનોને મહિને 5 થી 10 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવા કડક આદેશો કરાયા છે.

સાદુ શિક્ષણ મળ્યું પણ સંસ્કાર ક્યાં? > જો લાખોની કમાણી છતાં મા-બાપને કલેક્ટર કચેરીના પગથિયાં ચઢવા પડતા હોય, તો એવા સંતાનોની ડિગ્રીઓ સમાજ માટે નકામી છે.

અહેવાલ: પવન માકન (ગ્રુપ એડિટર, પાક્કો ગુજરાત)

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here