બાપુનગરમાં યુવકની સગાઇ તોડી નાંખવા મામલે યુવતીના મિત્રએ આડેધડ યુવકને ચાકુના ઘા માર્યા હતા અને સાગરીતે માથામાં લાકડીના ફટકા માર્યા હતા. જેમાં મંગેતરને અન્ય યુવક સાથેની મિત્રતાની જાણ થતા સગાઇ તોડી નાંખી હતી જેની અદાવત રાખીને હુમલો કરતાં ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ છે. આ બનાવ અંગે બાપુનગર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંગેતરના મિત્રએ શરીરે ચાકુના છ ઘા માર્યા, બીજાએ માથામાં લાકડીના ફટકા મારતા બાપુનગર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બાપુનગરમાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે આ કેસમાં ફરિયાદીના પિતરાઇભાઇની એક વર્ષ પહેલા યુવતી સાથે થઇ હતી. પરંતું યુવતીને આરોપી સાથે મિત્રતાની જાણ થઇ હતી જેથી સગાઇ તોડી નાખવા બાબતે પિતાને જાણ કરી હતી. દરમિયાન ગઇકાલે ફરિયાદી યુવક અને પિતરાઇ ભાઇ તથા તેનો મિત્ર શ્રીજી સર્કલ સોડા પીવા ગયા હતા.
આ સમયે આરોપી અને તેનો સાગરીત ત્યાં આવ્યા હતા અને સગાઇની અદાવત રાખીને ફરિયાદીના પિતરાણ ભાઇને ગાળો બોલીને તકરાર કરી હતી બાદમાં ઉશ્કેરાઇને ચાકુના છ ઘા મારીને ફરિયાદીના પિતરાઇ ભાઇને લોહી લુહાણ કર્યો હતો અને આરોપીના સાગરીતે લાકડાના દંડાથી પર હુમલો કરીને માથામાં ફટકા માર્યા હતા. ફરિયાદી અને તેનો વચ્ચે પડતા બંને શખ્સો નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો હાલમા તે આઇસીયુમાં સારવાર હેઠળ છે.

