AHMEDABAD : સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી

0
46
meetarticle

સરખેજ ફતેવાડી વિસ્તારમાં એક વર્ષ પહેલા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પત્નીની હત્યા કરીને લાશને રસોડામાં ખાડો ખોદીને છુપાવી દીધી હોવાના કેસમાં  ક્રાઇમબ્રાંચે મૃતકની પત્ની અને તેના પ્રેમી ધરપકડ કરી છે.  આરોપીઓની પુછપરછમાં આરોપી પ્રેમીના બે પિતરાઇ ભાઇની સંડોવણી પણ બહાર આવી છે.  પોલીસે હાલ મૃતકની સત્તાવાર ઓળખ કરવા માટે મળી આવેલા હાડકા અને વાળથી ડીએનએ મેળવવા માટે  કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદમાંથી લાપતા થયેલા લોકો અને ભેદી રીતે ગુમ થયેલા લોકોે અંગે તપાસ કરવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાડેજાને બાતમી મળી હતી કે  સમીર બિહારી અંસારી ગોકુલધામ સોસાયટી, ફતેવાડીથી એક વર્ષ પહેલા રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જો કે તેના ગુમ થવા અંગેની જાણવા જોગ નોંધમાં અનેક બાબતો શંકાસ્પદ છે. સાથેસાથે મોબાઇલ ફોન લોકેશન અન્ય બાબતો પણ શંકા ઉપજાવે તેવી હતી. જેથી પોલીસે શંકાને આધારે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે  મૃતક સમીરની પત્ની રૂબી તેની જ સોસાયટીમાં રહેતા ઇમરાન સાથે પ્રેમ સંબધ હતો. આ ઉપરાંત, બંને વચ્ચે અવારનવાર તકરાર થતા તે રૂબીને માર મારતો હતો. જેથી પોલીસે ઇમરાન વાઘેલાની અટકાયત કરીને આકરી પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે કોરોના સમયે લોકડાઉન સમયે તેના પાડોશમા રહેતી રૂબી સાથે પ્રેમ સંબધ થયો હતો. સમીર રૂબીને વધારો માર મારતો હતો અને સમીર રૂબી મળી શકતા નહોતા. જેથી ઇમરાને સમીરનો કાંટો કાઢવા માટે રૂબી સાથે મળીને પ્લાન કર્યો હતો. જે માટે તેણે રહીમ શેખ અને મોહસીન પઠાણ નામના પિતરાઇ ભાઇઓને બોલાવીને એક વર્ષ પહેલા રૂબીના ઘરમાં રાતના સમયે સમીરનું ગળુ કાપીને તેના ઘરમાં જ લાશને દાટી દીધી હતી. સાથેસાથે રૂબીને સમીર નોકરી પર ગયા બાદ પરત નથી આવ્યો તે પ્રકારની જાણવા જોગ સરખેજ પોલીસ મથકે નોંધાવવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે ક્રાઇમબ્રાંચે આ અંગે રૂબી અને ઇમરાનની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here