અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સામે આવી છે. સાત માળની બિલ્ડિંગ પર કામ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતાં. કામગીરી દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં શ્રમિકો નીચે પટકાયા હતાં.આ દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યુ છે. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતાં બ્લાસ્ટ થયો હતો. બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સાઉથ બોપલમાં કેટલાક શ્રમિકો ભાગવત બંગલોઝની સામેની વિશ્વકુંજ 2 નામની સાત માળની બિલ્ડિંગ પર વીએસ જ્વેલર્સના હોર્ડિંગની કામગીરી કરી રહ્યા હતાં.આ દરમિયાન હોર્ડિંગ અચાનક વીજ થાંભલાના વાયર સાથે અડી ગયું હતું. જેના કારણે અચાનક બ્લાસ્ટ થતાં શ્રમિકોને કરંટ લાગ્યો હતો. જેના કારણે શ્રમિકો સાત માળની બિલ્ડિંગ પરથી નીચે પટકાયા હતાં.

આ ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બે શ્રમિકોના મોત નિપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અન્ય શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા હોવાની વિગતો પણ જાણવા મળી છે.
આ બ્રેકીંગ ન્યૂઝ જસ્ટ હમણા આવ્યા છે અને સંદેશ ડિજિટલની ટીમ આપના સુધી તરત આના રિલેટેડ માહિતી, વીડિયો કે ફોટો પોંહચાડતુ રહેશે. આ પેજને રિફ્રેશ કરશો, માહિતી અપડેટ થઈ રહી છે.
