AHMEDABAD : સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયાકર્મીની 20 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ શખસો ફરાર

0
17
meetarticle

અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર એક લૂંટની ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયામાં કામ કરતા ફારૂક ગનીયાણી જ્યારે પોતાની પેઢીની મોટી રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ત્રણ લૂંટારુઓએ ફિલ્મી ઢબે તેમનો રસ્તો રોકી લાખોની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સાણંદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ આદરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, સોમવારે (નવમી ફેબ્રુઆરી) સાંજે ફારુક ગનીયાણી ઓફીસનું કામ પુરૂ કરી સાંજના આશરે સાડા છ વાગ્યે સાણંદ ઓફિસમાંથી 20,97,690 લાખ રૂપિયા રોકડા, ઓફીસના બે મોબાઇલ થેલામાં ભરીને પી. એમ.આંગડીયા પેઢીની બીજી સરખેજ ખાતે આવેલ ઓફીસ જવા માટે મોપેડ પર નીકળ્યા હતા. એ પછી અંદાજે 7 વાગ્યાની આસપાસ ગીબપુરા ગામથી આશરે 100 મીટર આગળ હાઇ-વે રોડ ઉપર ફોન આવતા તેઓ મોપેડ સાઈડ કરીને ધીમુ ચલાવતા ચલાવતા વાત કરતા હતા. ત્યારે પાછળથી અચાનક એક ટુ-વ્હીલર પર મોઢું ઢાંકીને ત્રણ શખસ આવ્યા હતાં. જેમાંથી એક શખસે ફારુકભાઈના મોપેડને લાત મારતા તેઓ નીચે પડી ગયા હતા.

આ પછી ટુવ્હીલર પર આવેલા શખસે રૂપિયા ભરેલ થેલો ખેંચી અને મોપેડની ચાવી લઈને ફરાર થઈ ગયા હતા. આ પછી ફારુકભાઈએ તેમના શેઠને આ ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ તેમણે અજાણ્યા ત્રણ લૂંટારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટના અંગે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here