ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે આ કહેવતને યથાર્થ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યોે છે. સાયબર ગઠિયાએ ગોતાના યુવકને નફો કમાવાની લાલચ આપી હતી અને ટિપ્સ આપીને કવોટ્સ એકાઉન્ટ બનાવડાવીને તેમાં રૃપિયા નફા સ્વરૃપે દર્શાવવમાં આવતા હતા જે જોવા મળતા હતા. યુવકે ૬૭.૯૩ લાખનું લાખનું રોકાણ કર્યા બાદ રૃપિયા પરત લેવા જતાં રૃા. ૧૯.૧૧ લાખ આપીને રૃા. ૪૮.૮૧ લાખની ઠગાઇ કરી હતી.

રોકાણ કરેલા નાણા ક્વોર્ટસ એકાઉન્ટમાં નફા સ્વરૃપે દર્શાવ્યા યુવક ઉપાડવા જતા છેતરાયાની જાણ થઇ
ગોતામાં યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા જાનવી શર્મા સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકે દસ મહિના પહેલા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર જાહેરાત દેખી હતી જેમાં રૃપિયાનું રોકાણ કરવાથી નફો કમાવાની લાલચ આપી હતી અને અલગ અલગ વિડિયો બનાવીને ક્વોર્ટસ પ્લેટફોર્મ ઇન્વેસ્ટ કરવાની ટીપ્સ આપી હતી. જેને લઇને યુવકે સમયાંતરે ટુકડે ટુકડે યુવકે ૬૭.૯૩ લાખનું લાખનું રોકાણ કર્યું હતું. જો કે રાકાણ કરેલા નાણા ક્વોર્ટસ એકાઉન્ડમાં નફા સ્વરૃપે દર્શાવવામાં આવતા હતા જે જોઇ શકાતા હતા. સાત મહિના પછી યુવક રૃપિયા પરત લેવા જતાં રૃા. ૧૯.૧૧ લાખ આપીને રૃા. ૪૮.૮૧ લાખની ઠગાઇ કરી હતી.

