AHMEDABAD : સોલાર પેનલ પરનો જીએસટીના ઘટયા પછી વર્કિંગ કેપિટલ વધારવાની ફરજ પડી

0
41
meetarticle

સોલાર પેનલ પરના જીએસટીના દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યા તે પછી લોકોને સોલાર પેનલ થોડી ગણી સસ્તી મળતી થઈ હશે, પરંતુ પેનલ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી ગઈ છે કારણ કે સોલાર પેનલ બનાવવા માટેના કાચા માલ પર તેમણે વધુ જીએસટી ચૂકવવો પડતો હોવાથી તેમના ઇનપુટ ટેક્સ ક્રેડિટના નાણાં સરકારમાં જમા જ પડી રહે છે. કેન્દ્ર સરકારે તેમને જીએસટીનું રિફંડ આપવાની વ્યવસ્થા કરી હોવા છતાંય તેમના નાણાં સલવાયેલા પડયા રહે છે, કારણ કે લાંબા સમય સુધી તેમને રિફંડ મળતું જ નથી. પરિણામે નવ મૂડી ઉમેરતા રહેવાની ફરજ પડી રહી છે. સોલાર પેનલ પરની વધાારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની સિસ્ટમ અત્યંત ગૂંચવાડા ભરી છે. તેના પૈસા પાછા મળવામાં વિલંબ થતો હોવાથી ફસાયેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટના નાણાં તેઓ પેનલના ઉત્પાદન ખર્ચમાં જોડી દે છે. તેથી તેમના પ્રોડક્ટ્સ મોંઘા પડી રહ્યા છે. તેમની સ્પર્ધાત્મકતા ખતમ થઈ રહી છે.


સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે અત્યારે સોલાર પેનલ માટે જોઈતા એલ્યુમિનિયમ પર ૧૮ ટકા,ગ્લાસ પર ૧૮ ટકા અને તેને માટેના લેબર ખર્ચ પર ૧૮ ટકા જીેસટી ભરવાનો આવે છે. પરિણામે દરેક વેચાણ પર મેન્યુફેક્ચરર્સના સાતથી નવ ટકાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફસાયેલી પડી રહે છે. પરિણામે તેમણે સતત નવી વકિગ કેપિટલ ઉમેરવી પડે છે. જીએસટીનો અમલ થયો ત્યારે પણ સોલાર પેનલ પર ૫ ટકા જીએસટી હતો. પરંતુ તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ન મળતી હોવાથી તેમણે રજૂઆત કરતાં તેના પરનો જીએસટી વધારીને ૧૨ ટકા કરી દીધો છે.હવે ૧૨ ટકાનો સ્લેબ કાઢી નાખ્યો છે. હવે ૫, ૧૮, અને ૪૦ ટકાનો સ્લેબ જ રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વધારાની ઇનપુટ ટેક્સ ક્રેડિટને પ્રોસેસ કરવા માટે રિફંડની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. રિફંડની પ્રક્રિય અત્યંત ગૂચવાડા ભરી છે. બીજું રિફંડ પાછુ મળવામાં બહુ જ લાંબો સમય લાગી રહ્યો છે. પરિણામે જીએસટીના દર ઘટાડાનો વ્યવસ્થિત લાભ તેમને મળતો જ નથી. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને કારણે સોલાર પેનલની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી રહી છે. તેમના મની રોટેશનની-પૈસા ફરવાની ઝડપ ખાસ્સી ઘટી ગઈ છે. સરકારે જીએસટીના દર બદલ્યા પછી તેમના પૈસા અટકી પડતા હોવાથી તેમનો ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ રહ્યો છે.

તદુપરાંત જૂન ૨૦૨૫થી ભારત સરકારે સોલાર સિસ્ટમ માટે ભારતીય બનાવટની પેનલ જ વાપરવાની ફરજિયાત કરી દીધી હોવાથ નાના મેન્યુફેક્ચરર્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટના પડી રહેતા પૈસાને કારણે હાલાકી વધી ગઈ છે. બીજું, સોલાર પેનલ બનાવવા માટેની પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ સરકારે જાહેર કરી છે. ભારતમાં આ પ્રકારની સ્કીમનો બહુધા મોટા મેન્યુફેક્ચરર્સ જ લાભ ઊઠાવે છે. તેથી નાના મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી જાય છે. આમ નાના અને મધ્યમ કદના મેન્યુફેક્ચરર્સ દંડાઈ રહ્યા છે. તેમના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટના અટકી પડતા ંનાણાંનું સાતથી નવ ટકાનું અને તેનાથીય ઓછા ગણીએ તો સાત ટકાનું ભારણ તો આવે જ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here