AHMEDABAD : સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો

0
40
meetarticle

શાહઆલમ વિસ્તારમાં ટોલનાકા પાસે બે શખ્સો રસ્તાની વચ્ચે સ્કૂટર ઉપર બેઠેલા હતા જેથી યુવકે સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

એક વ્યકિતએ પકડી રાખ્યો બીજાએ આડેધડ છરીના ઘા મારતાં લોહી લુહાણ હાલતમાં યુવક સારવાર હેઠળ

શાહઆલમ ટોલનાકા પાસે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા બે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે સંતાનોને સ્કૂલે લેવા માટે ગયો હતો.

આ સમયે બન્ને શખ્સો રસ્તાની વચ્ચે સ્કૂટર ઉપર બેઠેલા હતા જેથી યુવકે સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા ધૂ્રવે યુવકને પકડી રાખીને કલ્પેશે છરીથી જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોેંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here