AHMEDABAD : ૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ

0
47
meetarticle

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતામા પણ હવે કૌભાંડ સામે આવ્યુ છે. વર્ષ-૨૦૨૪-૨૫માં શહેરમાં ૪૦ લાખ રોપા-વૃક્ષ વાવવા માટે રુપિયા ૬૯ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ.આ ટેન્ડર રુપિયા ૧૩૫ કરોડ સુધી પહોંચી જતા મ્યુનિસિપલ કમિશનરે ફાઈલ ઉપર સહી કરવાની ના પાડી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જયારે બીજી તરફ રોપવામા આવેલા ૨૯ લાખ વૃક્ષોના એક વર્ષના મેઈન્ટેનન્સ માટેનુ અધધ કહી શકાય એવુ રુપિયા ૩૦ કરોડનુ ટેન્ડર અલગથી કરાતા સ્ટેન્ડિંગ કમિટીએ આ ટેન્ડર રદ કરવા નિર્ણય કર્યો છે.

વર્ષ-૨૦૨૪-૨૫માં ૪૦ લાખ રોપાં રોપવા કવાલીફાય થયેલી ચાર એજન્સીઓને ૫,૨૫,૦૦૦ સ્કેવરમીટર એરીયામા અંદાજીત ભાવથી સાત ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૬૯.૨ કરોડ ઉપરાંત ૧૮ ટકા જી.એસ.ટી.ચૂકવવાની શરત સાથે રોપા રોપવાની કામગીરી આપવામા આવી હતી.જે પછી  રહસ્યમયી રીતે આ ખર્ચ વધીને રુપિયા ૧૩૫ કરોડ સુધી પહોંચાડી દેવામા આવ્યો. બગીચા ખાતા તરફથી ખર્ચ મંજૂર કરવા  મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મુકવામા આવેલી ફાઈલ ઉપર કમિશનર સહી કરતા નથી.કમિશનરનુ સ્પષ્ટ માનવુ છે કે, આટલી જંગી રકમનો ખર્ચ કરતા પહેલાં બગીચા ખાતાએ કયા કારણથી પુછયુ નહોતુ.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષોના  બે વર્ષના મેઈન્ટેનન્સ માટે અલગથી ટેન્ડર કર્યુ હતુ.જે અમારા ધ્યાનમા આવતા ટેન્ડર રદ કરવા સુચના આપી છે.

ગાર્ડન ખાતાના અધિકારીએ મીલીભગત કરી 69 કરોડનુ ટેન્ડર રુપિયા 135 કરોડ કરી દીધુ

ગાર્ડન વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાકટરો સાથે મિલીભગત કરીને રુપિયા ૬૯ કરોડનુ ટેન્ડર રુપિયા 135 કરોડ સુધી પહોંચાડી દીધુ છે.આ ખર્ચને વસૂલવા કોન્ટ્રાકટરો દ્વારા દબાણ કરાઈ રહયુ છે.જેથી અધિકારીઓએ બારોબાર વધુ એક ટેન્ડર કરીને આ ખર્ચ આપવાની પેરવી કરી હતી.આ સમગ્ર પ્રકણમાં વિજિલન્સ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે એવી સંભાવના છે.

૨૦ લાખ વૃક્ષ વાવવા ૬૪ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો

મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમા ૨૦ લાખ વૃક્ષ વાવવા રુપિયા ૬૪ કરોડનો ખર્ચ મંજુર કર્યો હતો.જેની સામે ૨૯ લાખ વૃક્ષ વાવી દેવામા આવ્યા હતા.હવે આ ૨૯ લાખ વૃક્ષો વાવવા અને તેના મેઈન્ટેનન્સનો મળી કુલ રુપિયા 135 કરોડ ખર્ચ મંજુર કરવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ફાઈલ મંજુરી માટે મુકવામા આવેલી છે.

૨૨૫૧ વૃક્ષ કપાયા છતાં ૪.૨૬ લાખનો દંડ કરી એજન્સીઓને મુકત કરાઈ

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં એડ. એજન્સીઓ દ્વારા મુકાતા જાહેરખબરના કીઓસ્ક કે હોર્ડિંગ્સ દેખાય એ માટે વૃક્ષ કાપી નાંખવામા આવે છે. સાયન્સ સીટી વિસ્તારમા એક એડ એજન્સીએ તો કોર્પોરેશન સંલગ્ન સંસ્થાના લોગો સાથેના વાહનની મદદથી વૃક્ષ કપાવ્યા હતા.આમ છતાં બગીચા ખાતાનો દાવો છે કે, વૃક્ષ આખા કપાયા નથી.માત્ર ટ્રીમીંગ કરાયા છે. શહેરના ૭ ઝોનના ૭૬ સ્થળે ૨૨૫૧ વૃક્ષ ગેરકાયદે કપાયા હોવાની ફરિયાદ બગીચા ખાતાને મળી હતી.જેની સામે જે તે જવાબદાર એડ. એજન્સીઓને માત્ર રુપિયા ૪.૨૬ લાખનો જ દંડ કરાયો હોવાનુ બગીચા ખાતાની સત્તાવાર યાદીમા કહેવામા આવ્યુ છે.

કયા ઝોનમાં કેટલા વૃક્ષ કપાયા?

ઝોન    વૃક્ષની સંખ્યા   વસુલાયેલ દંડ

મધ્ય   ૧૩             ૧,૭૪,૦૦૦

પૂર્વ    ૬૩             ૬૦૦૦

પશ્ચિમ  ૦૭             ૧,૭૫,૦૦૦

ઉત્તર   ૧૭૩           ૪૪૦૦૦

દક્ષિણ  ૬૬             ૨૭૦૦૦

ઉ.પ.   ૭૩             ——–

દ.પ.   ૧૮૫૬         ——–

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here