AHMEDABAD : 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે

0
32
meetarticle

કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાન અમદાવાદ છે. કોમન વેલ્થ ગેમ્સના આરંભ પહેલા જ શહેરમાં 11 આઘુનિક સ્પોર્ટસ કોમ્પલેકસ અને 27 પ્લે ગ્રાઉન્ડ વિવિધ વિસ્તારમાં તૈયાર થઈ જશે. રૂપિયા 3000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાની હોવાથી આ ખર્ચ પણ આગામી સમયમાં વધી શકે છે. થલતેજ, ગોતા અને જોધપુર ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં રીક્રીએશન સેન્ટર, ટેનિસ, સ્વીમિંગ તથા જીમ્નેશિયમની સુવિધા સાથે સજજ કરાશે.

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે 2 - image

AMC સંચાલિત સ્પોર્ટ્સ સુવિધાઓ

અમદાવાદના વિવિધ વોર્ડમાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 47 જીમ્નેશિયમ, 6 સ્કેટીંગ રીંગ, 5 સ્પોર્ટસ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ, 5 રીક્રીએશન સેન્ટર આવેલા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પછી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસ કાર્યરત થઈ ગયું છે. પૂર્વ અમદાવાદમાં 40 કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ આકાર લઈ રહ્યું છે. મોટેરા સહિત 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે 4 - image

કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના મોટેરા સહિતના અલગ અલગ વિસ્તારમાં 11 જેટલા સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા આયોજન કરાશે. શહેરના યુવાનો રમતગમત ક્ષેત્રે વઘુ આગળ વધી શકે એ માટે જુદા જુદા વોર્ડ વિસ્તારમાં 27 પ્લે ગ્રાઉન્ડ બનાવવા આયોજન કરાયું છે. સિમ્સ રેલવે ઓવરબ્રિજ તથા રાણીપ અંડરબ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ તૈયાર કરાયા છે.

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે

8 જિમ્નેશિયમ નવા બનાવાયા

શહેરના જોધપુર, નારણપુરા, રખિયાલ, વેજલપુર, વટવા, લાંભા, ઉપરાંત સાબરમતી અને રાણીપ વોર્ડ એમ કુલ મળીને 8 જિમ્નેશિયમ કોર્પોરેશને નવા બનાવ્યા છે. આ અગાઉ જુદા જુદા વોર્ડમાં 39 જિમ્નેશિયમ બનાવાયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here