અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપે(SOG) નિકોલ વિસ્તારમાંથી અંદાજિત 50 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરીને એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે મુખ્ય સપ્લાયર સહદેવની શોધખોળ શરુ કરી છે.

500 ગ્રામ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
SOGને મળેલી બાતમીના આધારે SOGની ટીમે રાખડીયાળના ધરણીધર એસ્ટેટ પાસે બે વ્યક્તિઓને આંતરીને તેમની પાસેથી 500 ગ્રામ હાઇ-પોટેન્સી (વધુ અસરકારક) હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો. પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પ્રતીક કુમાવત અને રવિ પટેલ તરીકે થઈ છે. બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ નેટવર્ક દ્વારા જપ્ત કરવામાં આવેલા ગાંજાની કુલ કિંમત આશરે 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

