AHMEDABAD : AMCની કાર્યવાહીમાં પાણીપુરીના રગડામાં ‘પ્રતિબંધિત’ ફૂડ ગ્રેડ કલર મળ્યો

0
13
meetarticle

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમા લેવા વિવિધ વિસ્તારમા પાણીપુરીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે. ઉત્તરઝોનમાં વેચાતી પાણીપુરીના રગડાના સેમ્પલમા નોન પરમીટેડ ફુડ ગ્રેડ કલર મળતા સૈજપુર ટાવર, હીરાવાડી સહિતના વિસ્તારમાંથી પાણીપુરી અને રગડાની 14 લારી જપ્ત કરાઈ હતી.

એસ્ટેટ અને હેલ્થ વિભાગ તરફથી સંયુકત કાર્યવાહી કરાઈ હતી.સૈજપુર ટાવરથી કૃષ્ણનગર ચારરસ્તા,રામેશ્વર ચાર રસ્તા ઉપરાંત ભાર્ગવ રોડ,નિલકંઠનગર અને બાપા સીતારામ ચોક વિસ્તારમાંથી લોખંડના કાઉન્ટર ઉપરાંત છતવાળી લારીઓ માલસામાન સાથે જપ્ત કરાઈ હતી.આ ઉપરાંત નદીપાર આવેલા બોડકદેવ, થલતેજ, ઘાટલોડીયા, ચાંદલોડીયા તેમજ ગોતા વોર્ડમાં અનફીટ આવેલ પાણી અને રગડાના સેમ્પલ પછી દસથી વધુ પાણીપુરીની લારીઓ અને કાઉન્ટર જપ્ત કરવામા આવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here