AAP નેતા ડો. જ્વેલ વસરા, યુવરાજસિંહ જાડેજા, ડો. કરન બારોટ, જીતુ ઉપાધ્યાય, જતીન પટેલ, યાત્રિક પટેલ અને જીતેન્દ્ર કલાલે વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર આપી કડક પગલાં લેવા માંગ કરી GTUમાં દુશાસનનું રાજ ચાલે છે: ડો. જ્વેલ વસરા AAP સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે: ડો. જ્વેલ વસરા AAP વાઈસ ચાન્સેલર પોતે એક મહિલા છે, છતાં તેમણે આ મુદ્દે ભીનું સંકેલવાની વાત કરી: ડો. જ્વેલ વસરા AAP માતા-પિતા બાળકોને કોના ભરોસે યુનિવર્સિટીમાં મોકલશે?: ડો. જ્વેલ વસરા AAP આવી ઘટનાઓને દબાવો નહીં, ઉજાગર કરો: ડો. જ્વેલ વસરા AAP ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની સાથે સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર દ્વારા બીભત્સ માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસરા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાય, અમદાવાદ શહેર મહામંત્રી જતીન પટેલ, વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોનના પ્રદેશ પ્રમુખ યાત્રિક પટેલ અને કાર્યકર્તા જીતેન્દ્ર કલાલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રૂબરૂમાં મળીને આવેદનપત્ર આપ્યું હતું અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.

આ ઘટના વિશે વાત કરતા મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે, આજે અમે આમ આદમી પાર્ટીના ડેલીગેશન સાથે જીટીયુમાં આવ્યા છીએ. આ જગ્યાને વિદ્યામંદિર કહેવાય છે પરંતુ અહીંયા હાલ દુશાસનોનું રાજ ચાલી રહ્યું છે. મારે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે ત્રણ મહિના પહેલા એક ઘટના ઘટી હતી. ત્રણ મહિના પહેલા આંતર યુનિવર્સિટીની જ્યારે સ્પર્ધાઓ થતી હોય છે, ત્યારે GTUમાંથી સોમનાથ યુનિવર્સિટીમાં અહીંયાથી બાળકો પોતાનું ડેરીગેશન લઈને ગયા હતા. ત્યાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર આકાશ ગોહિલે એક દીકરી સાથે બીભત્સ માંગણી કરી હતી. આ મુદ્દે વિદ્યાર્થિનીએ પાછા આવીને વાઈસ ચાન્સેલરને વાત કરી અને વાઈસ ચાન્સેલર પોતે એક મહિલા છે, તેમ છતાં પણ તેમણે આ ઘટનાનું ભીનું સંકેલવાની વાત કરી.
AAP નેતા ડોક્ટર જ્વેલ વસરાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આમ આદમી પાર્ટીને આ ઘટના વિશે જાણકારી મળી તો આજે અમે જીટીયુ ખાતે આવ્યા અને વાઇસ ચાન્સેલર રાજલબેનને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપીને અમે માંગ કરી છે કે જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય અને બાળકો જ્યાં પોતાનું ભવિષ્ય બનાવવા આવતા હોય, ત્યાં જો આવી ઘટનાઓ ઘટતી હોય તો માતા પિતા કોના પર ભરોસો કરીને બાળકોને અહીંયા મોકલે? અમે આજે માંગ કરી છે કે આવી જે પણ ઘટનાઓ ઘટે છે તેને દબાવો નહીં અને ઉજાગર કરો. આવી ઘટનાઓ ઘટે છે અને એક્શન લેવામાં આવતા નથી તો આજે અમે એમને રજૂઆત કરી છે કે આવી ઘટનાઓ પર કડકમાં કડક એક્શન લેવામાં આવે.

