વિદેશોમાં નિયમોનું કડક પાલન કરતી આંતરરાષ્ટ્રીય ફૂડ બ્રાન્ડ ભારતમાં મનફાવે તેમ યુનિટો ચલાવતી જોવા મળે છે. કારણ કે ભારતમાં ભ્રષ્ટ સીસ્ટમના કારણે ગમે તે રીતે નિયમનો ભંગ થાય તો પણ ખાસ કંઈ કાર્યવાહી કરાતી નથી. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર અમેરિકાની પોશ વિસ્તાર ગણાતા ગ્લોબલ ફૂડ બ્રાન્ડ કેએફસી દ્વારા નોનવેજ વેસ્ટ જાહેર રસ્તા પર ફેંકવામાં આવતો હોય લોકોના ઉહાપોહ બાદ મ્યુનિ.એ કાર્યવાહી કરવાની તો ફરજ પડી છે. પરંતુ માત્ર દસ હજાર રૂપિયાનો મામૂલી દંડ ફટકારી અધિકારીઓએ સંતોષ માની લીધો છે.
અમેરિકા અને વિશ્વની બીજા નંબરની બ્રાડ કેએફસી એટલે કે કેન્ચુકી ફ્રાઈડ ચિકનના આખા વિશ્વના 150 દેશોમાં 32000 થી વધુ યુનિટ છે. અમદાવાદમાં કુલ કેએફસીના 11 યુનિટ આવેલા છે. આ પૈકી સાયન્સ સિટી રોડ પર ઓબેલિસ્ક કોમ્પ્લેક્સમાં આવેલી બ્રાન્ચ અંગે સ્થાનિકોના કહેવા પ્રમાણે કેએફસી નોનવેજ બ્રાંડ હોવાથી તેના ડસ્ટબિનમાં પડેલા વેસ્ટને કૂતરાઓ ચારેકોર ફેલાવતા હોવાથી આ ફરિયાદ કરવામાં આવી કરવામાં હતી. જેના પગલે આજે સવારે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે તપાસ કરીને કેએફસીને નોટિસ ફટકારી સીલ કરીને રૂ.10 હજાર દંડ ફટકાર્યો છે.

ભારતમાં ભ્રષ્ટાચારના કારણે નિયમો અને કાયદાની યોગ્ય અમલવારી નહીં
જ્યારે ક્રશ કોફી નામના યુનિટમાં પણ કચરા ટોપલી યોગ્ય રીતે રાખવામાં આવી નહીં હોવાથી રૂ.પાંચ હજાર દંડ કરાયો હતો. સામાન્ય રીતે અમેરિકા સહિતના દેશોમાં આવી બાબતો અંગે લાખો રૂપિયાનો દંડ ફટકારીને કાયમી ધોરણે યુનિટ બંધ કરવા જેવી જોગવાઈઓ હોય છે. તેની સામે ભારતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે નિયમો અને કાયદાની યોગ્ય અમલવારી જ કરાતી નથી.

