કથિત રીતે મહિલાઓ અને બાળકીઓ માટે સુરક્ષિત કહેવાતા અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં આરોપીએ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે હાલ સગીરાના માતા-પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાંથી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રોજની જેમ શાળાએ જઈ રહી હતી. ત્યારે આરોપી પ્રફૂલ ઉર્ફે પ્રિન્સ નામના યુવકે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને 100 રૂપિયા અને ફરવા લઈ જવાની લાલચ આપી અવાવરૂ જગ્યાએ લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટના વિશે બાળકીએ પરિવારને જાણ કરતા માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ, પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. હાલ, પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.
