AHMEDABAD : ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા પોલીસ ફરિયાદ

0
15
meetarticle

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ચેટિંગ કર્યા બાદ એક યુવકે પરિણીત મહિલાને લગ્ન કરવા દબાણ કરી હેરાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવકે મહિલાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોનો ઓડિયો બદલી પોતાના અને અલગ અલગ એકાઉન્ટમાં અપલોડ કરીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ મહિલાને મળવા બોલાવી તેની સાથે હોટલમાં જઈ શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો અને ત્યારબાદ ફરીથી લગ્ન કરવા દબાણ કરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મહિલાના મોબાઇલમાંથી સગા-સંબંધીઓના નંબર લઈને તેમને પણ વોટ્સએપ પર વીડિયો કોલ કરી ગાળો દીધી અને ધમકીઓ આપી હતી. લગ્ન માટે ના પાડતા આરોપીએ મહિલાને બદનામ કરી દેશે તેવી ધમકી આપતા અંતે પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં રહેતી 30 વર્ષીય મહિલાએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં તે અમદાવાદમાં માતા-પિતા સાથે રહે છે અને નોકરી કરીને પોતાના બે નાના સંતાનોનું ભરણપોષણ કરે છે. તે અગાઉ સ્પામાં નોકરી કરતી હતી અને તેના કેટલાક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઓળખાણ થયેલા એક યુવકે લગ્ન માટે દબાણ કરી તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દોઢથી બે મહિના પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર રીક્વેસ્ટ આવી હતી. રીક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ત્યારબાદ વીડિયો કોલ દ્વારા પણ વાત થઈ હતી. યુવકે પોતાનું નામ રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર હોવાનું અને રાજકોટનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વાતચીતમાં મહિલાએ પોતાની પરિસ્થિતિ જણાવી હતી. ત્યારબાદ યુવકે મહિલાને પતિથી છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. જે બાદ યુવકે મહિલાના ઇન્સ્ટાગ્રામ પર મુકેલા વીડિયોના ઓડિયો બદલી પોતાના અને અન્ય એકાઉન્ટ પર અપલોડ કરી દીધા હતા અને ધમકી આપી હતી કે, જો વાત નહીં કરે તો વીડિયો વાઈરલ કરી દેશે.

આ પછી યુવક મહિલાને મળવા માટે રાજકોટથી પાલડીમાં આવ્યો હતો અને વાતચીત દરમિયાન યુવકે મહિલાનો મોબાઈલ લઈ તેમાંથી સગા-સંબંધીના નંબર પણ લઈ લીધા હતા. ત્યારબાદ યુવક મહિલાને હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં એકબીજાની મરજીથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. ત્યારબાદ યુવકે ફરીથી મહિલાને લગ્ન કરવા દબાણ કર્યું અને ના પાડતા મહિલાનો મોબાઈલ પોતાના પાસે રાખી લીધો હતો. આ પછી બીજા દિવસે મહિલા અને તેના બનેવી યુવકને મળવા લૉ ગાર્ડન ખાતે ગયા ત્યારે યુવકે ધમકી આપી કે જો મહિલા તેની સાથે લગ્ન નહીં કરું તો તેને બદનામ કરી દેશે. ત્યારબાદ યુવકે મહિલાના સગા-સંબંધીઓને વોટ્સએપ વીડિયો કોલ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત મહિલાના સ્પાના વીડિયોનો ઓડિયો બદલીને મોકલ્યા હતા અને અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી મને બદનામ કરવાનો પ્રયત્ન કરતા પીડિ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here