અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.પ્રવાસીઓની સતત અવરજવરથી ધમધમતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.

એરપોર્ટ પર હાજર એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એરપોર્ટના પેસેન્જર એરિયામાં જાહેરમાં નમાઝ પઢી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા જ ગણતરીની મિનિટોમાં તે વાયરલ થયો હતો.જાહેરમાં આ પ્રકારે ધાર્મિક ક્રિયા કરવાને લઈ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે:અનેક લોકોએ આરોપ લગાવ્યો છે કે જાહેર સ્થળો પર આ પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરવાથી અન્ય લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ જેવી સુરક્ષિત અને સંવેદનશીલ જગ્યાએ ચોક્કસ નિયમોનું પાલન થવું જોઈએ.
