ગઈ તા.૩૦/૧૨/૨૦૨૫ ના કલાક ૧૩/૦૦ વાગ્યાના સુમારે ફરીયાદીના મામાના દિકરા છગનનાથ જોગનાથ રહે. ગામ. પાથાવાડા, તા. દાંતીવાડા, જી. બનાસકાંઠાને અમદાવાદ, ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે રજવાડી ચા ની હોટલ આગળથી ત્રણ અજાણ્યા ઇસમોએ એકબીજાની મદદગારી કરી બળ બજબરીથી રીક્ષામાં બેસાડી તેનુ અપહરણ કરી લઇ જઇ રૂપીયા ચાર લાખની ખંડણી માંગી પૈસા ના આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હોવાની હકીકત આધારે ફરીયાદ આપતા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ ‘એ’ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૫૨૫૧૧૦૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ૨૦૨૩ ની કલમ ૧૪૦(૨). ૫૪ મુજબ ગુનો નોંધાયેલ.

I ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સુચના તથા માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ, હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે અનડીટેક્ટ અપહરણનો ગુનો શોધી કાઢવા સારૂ તજવીજ હાથ ધરવામાં આવેલ. આ દરમ્યાન ભોગ બનનાર છગનનાથ જોગનાથનુ અપહરણ આરોપીઓ (૧) હરેશ ચતુરભાઈ ઠાકોર (૨) નરેશ ચતુરભાઈ ઠાકોર (૩) તલાજી વરસંગજી ઠાકોર તમામ રહે. રાજાવીર સોસાયટી, જય અંબે સોસાયટી પાસે. ઠક્કરનગર, અમદાવાદ શહેરે કરેલ હોય અને ભોગ બનનાર છગનનાથ જોગનાથને પોતાના કબજામાં રાખી શંખેશ્વર તાલુકાના ગામ. પીરોજપુરા ખાતે રોકાયેલ હોવાની હકીકત મળેલ. જે હકીકત આધારે શંખેશ્વર તાલુકાના ગામ પીરોજપુરા ખાતે તપાસ કરી ત્રણેય આરોપીઓને પકડી. ભોગ બનનારને મુકત કરાવી. આરોપીઓને અમદાવાદ શહેર. ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લઇ આવી ઉપરોક્ત ગુના સબંધમાં સઘન પુછપરછ કરતા. અપહરણ કરનાર આરોપી હરેશ તથા નરેશના પિતાએ પોતાના પરીવારની આર્થિક પરિસ્થિતિ સુધારવા તેમજ નડતર દુર કરવા માટે ભોગ બનનારના સસરા પાસે વીધી કરાવેલ. જે વીધીથી કોઇ ફાયદો ન થતા તેમના ઉપર નારાજ હતા. જે વાતને મનમાં રાખી ભોગ બનનારનું અપહરણ કરી પૈસાની માંગણી કરેલ હોવાની આરોપીઓએ કબુલાત કરતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગુનાની તપાસના કામે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ
(૧) હરેશ ચતુરભાઇ ઠાકોર ઉ.વ.૨૧ તથા
(૨) નરેશ ચતુરભાઈ ઠાકોર ઉ.વ.૨૭ બન્ને રહે. મ.નં.૪૪, રાજાવીર સોસાયટી, જય અંબે સોસાયટી પાસે, ઠક્કરનગર, અમદાવાદ શહેર. મુળ વતન. ગામ. પીરોજપુરા, ઠાકોર વાસ તા.શંખેશ્વર જી. પાટણ.
(૩) તલાજી વરસંગજી ઠાકોર ઉ.વ.૪૫ રહે. મ.નં.૧૧૨, રાજાવીર સોસાયટી, જય અંબે સોસાયટી પાસે, ઠક્કરનગર, અમદાવાદ શહેર. મુળ વતન. ગામ. પીરોજપુરા, ઠાકોર વાસ તા.શંખેશ્વર જી. પાટણ
શોધાયેલ ગુનો
કાગડાપીઠ પો.સ્ટે. પાર્ટ ‘એ’ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૫૨૫૧૧૦૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ૨૦૨૩ ની કલમ ૧૪૦(૨), ૫૪ મુજબ.
