રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ ડર ના હોય તેમ ખુલ્લેઆમ વેચાય છે ખોખરા પીઆઈ એટલા બેફામ બન્યા છે કે ગૃહમંત્રી પણ અમારું કાંઈ બગાડી નહીં શકે તેવી શેખીમાં રાચે છે
પોલીસ સ્ટેશનના મેન વહીવટદાર અનિલભાઈ અને જયેશભાઈની બુટલેગરો સાથેની સાઠગાંઠમાં યુવાધન બરબાદીના રસ્તેવહીવટદારોના મોબાઈલની કોલ હિસ્ટ્રી કાઢવામાં આવે તો લોકેશન ખોખરા જ નીકળશે તેવી ચર્ચા ગાંધીનગરના અધિકારીઓ પણ ખોખરા પીઆઈ સામે પગલાં લેતા ગભરાય છે

વહીવટદારો બુટલેગરો સાથે રહી કરાવે છે ઇંગ્લિશ દારૂનું કટિંગ ખોખરામાં અગાઉ પણ ગેરકાયદેસરના ધંધાને લીધે 2 વહીવટદારોને કરાયા હતા સસ્પેન્ડ ગેરકાયદેના ધંધાને લઇ અગાઉના PI ની કન્ટ્રોલરૂમમાં કરાઈ છે ટ્રાન્સફર
શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી દારૂના અડ્ડાવાળા બેફામ બન્યા છે અને તેમાં પણ ખાસ કરીને હાલના પીઆઈના રાજમાં તો બુટલેગરોને મનભાવતું મેદાન મળ્યું હોય તેમ દિવસ રાત ઈંગ્લિશ અને દેશી દારૂનું કટિંગ વહીવટદારો ઉભા રહીને કરાવી રહ્યા છે. આ અંગે અવારનવાર ખોખરા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મોટા માથાઓની રહેમનજર હોય તેમ ખોખરા પીઆઈના પેટનું પાણી પણ હલતું નથી અને દારૂવાળાઓ સામે કોઇ પગલાં લેવામાં આવી રહ્યા નથી.
કહેવાય છે કે ખોખરા પીઆઈ સાવલીયા પોતાને ગાંધીનગરથી અને ખાસ કરીને ગૃહ વિભાગના મોટા માથાઓની રહેમનજર હોય તેમ પોતાના પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બુટલેગરોને મનફાવે તેમ દેશી અને ઈંગ્લિશ દારૂના અડ્ડા ચલાવવા દઇ રહ્યા છે. તેમાં પણ જો કોઇ મીડિયાવાળા આવા બૂટલેગરો અંગેની રજૂઆત કરે તો તેમને યેનકેન પ્રકારે પોલીસ દ્વારા ધમકાવવામાં આવે છે અને ગાંધીનગરવાળા પણ અમારું કાંઇ બગાડી નહીં શકે અમે બધાને ખુશ રાખીએ છીએ તેવી શેખી મારવામાં આવે છે. હવે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની શાખનો સવાલ આવી ગયો છે કે શું તેમના વિભાગમાં એટલો ભ્રષ્ટાચાર ચાલે છે કે એક પીઆઈ અનેક પરિવારોને તથા યુવાધનને બરબાદ કરનારા બૂટલેગરો અને તેમને રક્ષણ આપનાર ખોખરાના પીઆઈ સાવલીયા સામે પણ પગલાં લેવામાં ગભરાય છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દેશી દારૂ, ઈંગ્લીશ દારૂ અને જુગારના ધંધા ચાલતા હોવાનું સામે આવી રહ્યું છે . તેવામાં અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં પણ દારૂ અને જુગારના ધંધા ધમધમતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને પાક્કો ગુજરાત દ્વારા સ્ટીંગ ઓપરેશન હાથ ધરી અનેક દારૂ-જુગારના ધંધાઓએ અને મળતીયા પોલીસ વહીવટદારોનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. વાત કરવાંમાં આવે તો ખોખરા પોલીસ સ્ટેશનમાં હાલ બી.પી.સાવલિયા PI તરીકે ફરજ બજાવે છે. જયારે PI બી.પી. સાવલિયાના હાથ નીચે તેમના મેન વહીવટદાર તરીકે અનિલભાઈ અને જયેશભાઇ નામના વ્યક્તિને રાખવામાં આવ્યો છે. આ બને વહીવટદાર ખાખરાના સમગ્ર વિસ્તારના દારૂ-જુગારના અડ્ડાઓ પરથી રોજના લાખો રૂપિયા ઉઘરાવી સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસરના ધંધા ચાલવતા બુટલેગરો સાથે સાઠ ગાંઠ રાખી ગેરકાયદેસર વેપલો ચલાવા દઈ પોતાના, PI સાહેબના અને ઉચ્ચ અધિકારીઓના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. તો જો આ બને વહીવટદારોના મોબાઈલની કોલ હિસ્ટ્રી કાઢવામાં આવે તો ખોખરા બુટલેગરોના વિસ્તારમાં જ લોકેશન જોવા મળી આવશે.
ત્યારે ખોખરા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાની વાત કરવામાં આવે તો મણિનગર ક્રોસિંગ પાસે અમરુ નામના બુટલગરની પત્ની, વસુ , મુન્ની, વિમલ મદ્રાસી, ગૌરી અને કમલ જેવા લોકો દેશી દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત વહીવટદાર અનિલ અને જયેશ બુટલેગરો સાથે મળી અન્ય 20 થી 25 દેશી દારૂની પરમિશન આપી ધંધો ચલાવડાવે છે. આના સિવાય પણ 4 થી 5 જણને ઈંગ્લીશ દારૂના વેચાણની અને મોટા પાયે કટિંગની પણ પરમિશન આપવામાં આવી છે અને આ ઇંગ્લિશ દારૂનું કટિંગ પણ આ બને વહીવટદાર સાથે રહીને કરાવે છે. આ બંને વહીવટદારો વિસ્તારમાં આવા અનેક ગેરકાયદેસર ધંધા ચલાવડાવી રોજના લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવે છે અને ઉચ્ચ અધિકારીઓને પણ હપ્તા પહોંચાડી દરકેના ખિસ્સા ગરમ કરી રહ્યા છે.
તો વધુમાં વાત કરવામાં આવે તો ખોખરા વિસ્તારમાં અગાઉ પણ ચાલતા આ ગેરકાયદેસરના ધંધાના વહીવટદાર માટેની માથાકૂટને લઇ ખોખરા પોલીસ સ્ટેશનના અગાઉના જયદેસાઈ અને પિયુષ દેસાઈ નામના આ બંને વહીવટદારોને સંસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ખોખરા પોલીસ સ્ટેશનના અગાઉના PI પંચાલ સાહેબની ખોખરા વિસ્તારમાં ચાલી રહેલ દેશી-ઈંગ્લીશ દારૂના ધંધાની માથાકૂટને લઇ તેમની બદલી કંટ્રોલરૂમ માં કરી દેવામાં આવી હતી. ત્યારે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટલું તો શું જોર છે કે ખોખરા વિસ્તારમાં જ 4-4 વહીવટદાર રાખવા પડી રહ્યા છે ના સવાલો ઉઠવા પામ્યા છે.
ત્યારે ખોખરા વિસ્તારમાં ચાલતા ધંધાની માહિતી મેળવી પાક્કો ગુજરાત દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી ખોખરા પો.સ્ટેશનના PI બી.પી.સાવલિયાને જાણ કરવામાં આવી હતી. પણ હજી સુધી PI દ્વારા ચાલી રહેલા આ ગેરકાયદેસરના ધંધા પર કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી . આ તમામ અડ્ડાઓની જાણ DCP સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ શાખામાં રજુઆત કર્યા છતાં એક પણ અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર ચલતા ધંધા બંધ કરાવવામાં આવ્યા નથી. ત્યારે હવે ખોખરા વિસ્તારના સ્થાનિકોની ઉચ્ચ અધિકારીઓ અને તંત્રને રજુઆત છે કે આ વિસ્તારમાં ચાલી રહેલા દેશી દારૂ, ઈંગ્લીશ દારૂ અને જુગારના ચાલતા ગેરકાદેસરના અડ્ડા બંધ કરાવવામાં આવે. ત્યારે આ ગેરકાયદેસર ચાલતા ધંધાનું સ્ટિંગ ઓપેરશન ચાલ્યા બાદ પણ જો લાગતા વળગતા અધિકારો દ્વારા આ ધંધા બંધ કરાવવામાં નહિ આવે તો કરાયેલા સ્ટીંગ ઓપરેશનના રફ ફુટેજ ગૃહમંત્રી, મુખ્યમંત્રીઓને મોકલવામાં આવશે. તેમજ આવા ભષ્ટાચારી અધિકારીઓ વિરુદ્વ તાત્કાલિક પગલા ભરવા અપીલ કરવામાં આવશે. હાલ સામાન્ય જનતા પોલીસને પોતાના રક્ષક માને છે. ત્યારે રક્ષક જ દારૂ જુગારના ધંધા ચલાવીને ભક્ષક જેવા કામ કરી રહ્યા છે. જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરી વહીવટદાર અનિલ અને જયેશ સહીત અન્ય અધિકારો સામે કડક પગલા લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે..

