AHMEDABAD : ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા|

0
47
meetarticle

ગીતામંદિર ખાતે આવેલા આરોગ્ય ભવનમાં મરણના દાખલા મેળવવા માટે કોર્ટના ૧૭ હુકમો રજૂ કરાયા હતા જેમાં નોંધણી અધિકારીને શંકા જતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ખરાઇ કરતાં ૯ જેટલા કોર્ટના હુકમો ખોટા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પાંચ સગા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ૧૭ કોર્ટના હુમકની ખરાઇ કરતા ૯ ખોટા હુકમનો પર્દાફાશ થયા મૃતકના સગા સામે હવેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કયા કારણસર આ કૃત્ય આચર્યું તેની તપાસ શરુ

વેજલપુરમાં રહેતા અને જન્મ મરણ વિભાગમાં એન.પી.એમ. એચ.ડબ્લ્યું તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઇએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વાસણા ખાતે રહેતા અરજણભાઇ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોધાવી છે કે ગીતામંદિર ખાતે આવેલા આરોગ્ય ભવન ખાતે મરણના દાખલા મેળવવા માટે કોર્ટના કુલ ૧૭ હુકમો રજૂ કરાયા હતા.જેમાં જન્મ મરણના દાખલા મેળવવા માટેન કેટલાક કોર્ટના હુકમો નકલી હોવાની શંકા જઇ હતી. જેને લઇને કોર્ટમાં તપાસ કરાવાતાં કોર્ટના  ૯ જેટલા કોર્ટના હુકમો ખોટા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના પાંચ સગા સામે ગુનો નોંધીને કયા કારણો સર અને કેવી રીતે આ હુકમો ખોટા બનાવ્યા હતા  રેકેટમાં કોણ કોણ સામેલ છે તે સહીતની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here